ઝાડના બીજ સાથેની માટીની 8 હજાર ગણેશ મૂર્તિનો વિક્રમ બનાવી વિદ્યાર્થીઓએ પર્યાવરણ બચાવવા સંકલ્પ લીધો

ગુજરાત રાજયના અડીને આવેલા મહારાષ્ટ્રનાં નંદુરબાર શહેરમાં અખિલ ભારતીય સ્વામી સમર્થ ગુરૂપીઠ ક્ષેત્ર ત્ર્યંબકેશ્વર બાલસંસ્કાર, યુવા સંસ્કાર આયોજિત ઈકો ફ્રેન્ડલી માટીની 8 હજાર વિદ્યાર્થીઓ ગણેશ મૂર્તિ બનાવવાનો વિક્રમ ક્યોં છે. આ મૂર્તિ વેંચાણથી આવેલા પૈસાથી મહારાષ્ટ્ર રાજ્યના સાંગલી, કોલ્હાપુર પૂરગ્રસ્ત વિદ્યાર્થીઓ નોટબુક, બુક, પેન, કંપાસ, સ્કૂલ બેગ અન્ય શૈક્ષણિક સાહિત્ય ખરીદ કરીને આપવાનો જહેર કર્યો છે.ગણેશ ભક્તોમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની સ્થાપના અંગે લોકોમાં જાગૃતિ આવી છે. એક ગણેશ મૂર્તિમાંથી ચાર પાંચ વૃક્ષ લગાવવાનો સંકલ્પ કર્યો છે.

પર્યાવરણનો સંદેશ પ્રસર્યો

મહારાષ્ટ્ર રાજ્ય સહીત દેશ વિદેશમાં મોટી સંખ્યામાં ગણેશોત્સવ ઉજવણી કરવામાં આવે છે. પર્યાવરણ પુરક ગણેશોત્સવ ઉજવણી કરવામાં આનોખો પ્રયોગ નંદુરબાર શહેરમાં કરવામાં આવ્યા છે.ટોટલ 8 હજાર ગણેશ મૂર્તિ બનવા આવી છે. નંદુરબાર જિલ્લામાં પ્રત્યેક ઘરમાં માટીની પર્યાવરણ પુરક ગણેશ મૂર્તિની સ્થાપના કરવામાં આવશે.સ્કૂલનાં વિદ્યાર્થીઓમાં ગણેશોત્સવ દરમિયાન પર્યાવરણ પુરક ગણેશ મૂર્તિનો સંદેશ આપવામા માટે ઉપક્રમ લીધો છે.નંદુરબાર શહેરસહીત નંદુરબાર જિલ્લાના નંદુરબાર, નવાપૂર, અક્કલકુવા,શહાદા,તળોદા, ધડગાવ તાલુકાના આઠ હજાર વિદ્યાર્થીઓનો સહભાગી થયા હતાં.

માટીની મૂર્તિનો વ્યાપ વધ્યો

પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિ પર્યાવરણને નુકશાનકારક સાબિત થઈ છે. તથા તેના વિસર્જનના કારણે જળાશયો પૂરાઈ જતા હોવાથી તેનો ઉપયોગ ન કરવા માટે દિવ્ય ભાસ્કર અખબારો દ્વારા સૂચનો કરાયા છે. પણ અખબારોના સૂચનોને લઈને જેટલી ટકાવારીમાં માટીની મૂર્તિની સ્થાપનાનો અમલ થયો તેના કરતાં અનેકઘણો વધારે ગણેશ સ્થાપનાનો વ્યાપ વધ્યો છે. પ્રથમ વખત ગણેશ સ્થાપન કરતા ગણેશજીની પી.ઓ.પી.ની સુંદર મૂર્તિઓની સ્થાપના કરવાનો આગ્રહ રાખે છે. પી.એમ.ના સૂચનની નેગેટીવ અસર થવાથી પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિ સામે કાયદો લાવવામાંજ આવશે તોજ તેનો વપરાશ અટકશે. પી.ઓ.પી.ની પર્યાવરણને નુકશાન કરતી મૂર્તિ બનાવવી, વેચવી, વેચાણ લેવી અને તેની સ્થાપના કરવામાં જો ગુનો બનશે તોજ પર્યાવરણ બચાવવા માટે માટીની મૂર્તિનો વ્યાપ વધશે.

માટીના ગણેશ મુર્તિ માંથી વૃક્ષ સંવર્ધન

કાળી માટીના ગણેશ મૂર્તિ બનવા માટે માટીમા વિવિધ વૃક્ષના સીડ નાખવામાં આવ્યા છે.માટીની મૂર્તિની સ્થાપના કરાય તો તેના વિસર્જનની ચિંતા ન રહે. ઘરમાં મોટા પાત્રમાં મૂર્તિ ઉપર જલાભિષેક કરવાથી મૂર્તિ ઓગળી જાય તે માટી કુંડામાં કે તુલસી ક્યારા કે બાગના ક્યારામાં નંખાય તો ઘર બાર મહિના સુધી પવિત્ર રહે છે. નેગેટીવ એનર્જી ઘરમાં પ્રવેશી શકતી નથી. વ્યક્તિની મતિમાં સુધારો આવવાથી ધાર્મિક કાર્યોમાં વધારો થવાથી દરિદ્રતાનો નાશ થાય છે. જો ગણેશજીની મૂર્તિ જાતે માટી લઈ બનાવાય તેની સ્થાપના કરવામાં આવે તો જેટલુ પુણ્ય થાય છે તેટલુ વેચાણ લાવેલી મૂર્તિથી થતુ નથી.આગણેશોત્સવ દરમિયાન પર્યાવરણ સંવર્ધન કરવામાં આવેશ.આ વિચાર આયોજકો વ્યક્ત કર્યાં હતાં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો