દર્દનાક ઘટના આવી સામે: ગલુડીયાને બચાવવાના ચક્કરમાં જુડવા ભાઈ તળાવમાં ડુબ્યા, ગામમાં સર્જાયા કરૂણ દ્રશ્યો

માની કૂખથી એક સાથે જન્મ લીધા બાદ રમત-રમતમાં બાળપણ વીતાવનારા બમ્બુલિયા ગામના અંશ અને વંશ જુડવા ભાઈ હજુ તો મોટા થઈ દુનિયા જોવે તે પહેલા જ એક સાથે દુનિયા છોડી જતા કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.

આ જુડવા ભાઈઓના મોત પર માતા-પિતાના રોઈ-રોઈ ખરાબ હાલ થયા છે. તો ગ્રામિણ પણ આ દુર્ઘટનાથી ખુબ દુખી જોવા મળ્યા હતા. પોલીસનું માનીએ તો, ઝજ્જરના બમ્બુલિયા ગામમાં અંશ અને વંશ બે જુડવા ભાઈઓએ સાત-સાત વર્ષ પહેલા જન્મ લીધો હતો. પરંતુ મંગળવારે રમત-રમતમાં એક શ્વાનના બચ્ચાને બચાવવાના ચક્કરમાં તળાવમાં ડુબી ગયા છે.

ગલુડીયાને બચાવવાના ચક્કરમાં તળાવમાં ઘુસ્યા

રમતા રમત દરમિયાન શ્વાનનું બચ્ચુ એક તળાવના પાણીમાં ઘુસી ગયું. આ બચ્ચાને બચાવવાના ચક્કરમાં અંશ અને વંશ બંને તળાવમાં ઉતર્યા. પરંતુ તળાવના પાણીમાં જે જગ્યા પર તે ઘુસ્યા હતા, ત્યાં જ ઊંડો ખાડો હતો. આ ખાડામાં જ બંને ભાઈ એક સાથે ડુબી ગયા. બંને નાના બાળક હોવાથી કઈં સમજી શક્યા નહીં અને પાણીમાં ગરકાવ થઈ જતા બંનેના મોત થઈ ગયા. આ ઘટનાની લોકોને જાણ થાય તે પહેલા તો બંનેએ દમ તોડી દીધો હતો.

એક સ્થાનીક દ્વારા બાળકોને પાણીમાં જોઈ ગયા બાદ મામલો સામે આવ્યો તેણે તુરંત લોકોની મદદ લઈ બાળકના માતા-પિતાને સુચિત કર્યા અને માતા-પિતાએ બાળકોની લાશ જોઈ રોઈ-રોઈ ખરાબ હાલ કરી દીધા હતા. આ દ્રશ્યોથી ગ્રામજનોની પણ આંખો ભીની થઈ ગઈ હતી.

બંનેની લાશ સૂચના મળ્યા બાદ પોલીસે તળાવમાંથી બહાર કઢાવી છે. મંગળવારે ઝજ્જના નાગરીક હોસ્પિટલમાં પોસ્ટમાર્ટમ કરાવ્યા બાદ પોલીસે બંનેના શબ પરિવારજનોને સોંપી દીધા હતા. બતાવવામાં આવી રહ્યું છે કે, માસૂમ દેખાતા આ બાળકો અંશ અને વંશ મંગળવારે ગામના પાદરે એક શ્વાનના બચ્ચા સાથે રમી રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ચાર દિવસ પહેલા જ આ રીતે માસૂમ બે બાળકીઓના મોતના સમાચાર ભોપાલથી સામે આવ્યા હતા. ભોપાલમાં એક ખુબ દર્દનાક ઘટનામાં બે માસૂમ ભાઈ-બહેનના મોત થઈ ગયા છે. 5 વર્ષના આ બાળકો રમતા રમતા ગાદલાના ઢગલા નીચે દબાઈ જતા શ્વાસ રૂંધાવાથી મોતને ભેટ્યા છે. બાળકો પિતરાઈ ભાઈ-બહેન હતા. બાળકોના પિતાને ટેન્ટ હાઉસ છે. જોકે, કોરોનાના કારણે ધંધો બંધ હોવાના કારણે પિતાએ ટેન્ટ હાઉસના ગાદલા ઘરે રખાવી દીધા હતા. આ ગાદલા જ બે માસુમ બાળકોના મોતનું કારણ બન્યા.

આ રૂવાંટા ઉભી કરી દેવી ઘટના રાતીબડ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. અહીં બરખેલી કલા ગામાં રહેતા વિનીત મારણને મંડપ ડેકોરેશનનો ધંધો છે. વિનીતનો સંયુક્ત પરિવાર છે. શુક્રવારે તેમનો દીકરો હર્ષિત અને ભાઈની દીકરી અંશીકા બંને રમતા-રમતા ધાબા પર જતા રહ્યા. પરંતુ, ઘરના કોઈ સભ્યએ ધ્યાન ન આપ્યું. થોડા સમય સુધી બંને બાળકો દેખાયા નહીં તો, પરિવારને તેમની યાદ આવી અને બાળકોને શોધવાનું શરૂ કરી દીધી. જ્યારે બાળકો ક્યાંય ન દેખાયા તો ધાબા પર તપાસ કરવામાં આવી, અને ગાદલા નીચેથી બંનેની લાશ મળી આવી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો