બ્લડ કેન્સર સર્વાઇવર 8 વર્ષના અરોન્યતેશ ગાંગુલીએ વર્લ્ડ ચિલ્ડ્રન વિનર્સ ગેમ્સમાં ટેબલ ટેનિસમાં જીત્યો ગોલ્ડ મેડલ

પશ્ચિમ બંગાળના 8 વર્ષના અરોન્યતેશ ગાંગુલીએ વર્લ્ડ ચિલ્ડ્રન વિનર્સ ગેમ્સ 2019માં ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. અરોન્યતેશ કોઈ સામાન્ય બાળક નથી તેણે બ્લડ કેન્સર સામે જંગ જીતી લીધી છે. આ સ્પર્ધાનું આયોજન મોસ્કોમાં થયું હતું.

અરોન્યતેશની માતા કાવેરી ગાંગુલી તેની સાથે મોસ્કો ગઈ હતી. તેમણે કહ્યું કે, દર વર્ષે આ ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પિટિશનનું આયોજન સ્પેશિયલ કેન્સર સર્વાઇવર બાળકો માટે કરવામાં આવે છે. આ વર્ષે આ ઇવેન્ટનું આયોજન મોસ્કોમાં 4થી 7 જુલાઈ દરમિયાન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામા 6 ઇવેન્ટ હતી જેમાં ટ્રેકિંગ, ચેસ, ફૂટબોલ, ટેબલ ટેનિસ, સ્વિમિંગ અને રાઇફલ શૂટિંગ સામેલ હતી.

ડિસેમ્બર 2018માં ડોક્ટરે તેને કેન્સર ફ્રી જાહેર કર્યો

વર્ષ 2016માં અરોન્યતેશને બ્લડ કેન્સર હોવાની વાત ખબર પડી હતી. કેન્સરની સારવાર માટે તે 11 મહિના સુધી મુંબઈ રહ્યો હતો ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. નાનકડી ઉંમરમાં દીકરાનાં બ્લડ કેન્સરની વાર સાંભળીને તો ગાંગુલી પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું. પરિવારે અરોન્યતેશને પૂરતો સપોર્ટ કર્યો. કિમોથેરપી અને દવાઓને લીધે ડિસેમ્બર 2018માં ડોક્ટરે તેને કેન્સર ફ્રી જાહેર કર્યો હતો. સારવાર દરમિયાન ટાટા મેમોરિયલ હોસ્પિટલના સ્ટાફને પણ અરોન્યતેશનું સ્પોર્ટ પ્રત્યેનું પેશન જોવા મળ્યું હતું. કેન્સર ફરીથી ઉથલો ન મારે તે માટે આજે પણ તેની અમુક સમયાંતરે સારવાર અને દવા તો ચાલુ જ છે.

ભારતનાં કુલ 10 બાળકો હતા

આ કોમ્પિટિશનમાં દુનિયાભરમાંથી કેન્સર પીડિત બાળકો આવ્યા હતા, જેમાં ભારતના કુલ 10 બાળકો હતા. દર વર્ષે આ કોમ્પિટિશનનું આયોજન ગ્રાન્ટ ઓફ લાઈફ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે. આ ફાઉન્ડેશન રશિયાના બે એક્ટર ચલાવે છે. કેન્સર સામે જંગ જીતી ગયેલા બાળકો માટે જ આ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવે છે.

દેશ – વિદેશના સમાચારો વાંચવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરીને અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ.. જય ભારત..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો