ભારતમાં કોરોના ફેલાવવા માટે જવાબદાર તબલીગી જમાતના 8 મલેશિયન નાગરિકો ભાગવાની તૈયારીમાં હતાં ત્યારે રંગેહાથ ઝડપાયા
દિલ્હીમાં યોજાયેલા તબલીગી જમાતના જલસા બાદ દેશભરમાં કોરોના વાયરસના કેસમાં ધરખમ વધારો થયો છે. આ દરમિયાન જ લોકડાઉન વચ્ચે પણ કેટલાક લોકો મલેશિયા ભાગવાની તૈયારીમાં હતાં જેમને દિલ્હીના ઈંન્દિરા ગાંધી એરપોર્ટ પરથી ઝડપી પાડવામાં આવ્યા છે.
આ તમામ લોકો મલેશિયાના નાગરિક છે અને તેમના પર દિલ્હીના નિઝામુદ્દીનના મરકઝમાં યોજાયેલા તબલીગી જમાતના કાર્યક્રમમાં શામેલ હોવાની આશંકા છે. નાસી છુટવાનો પ્રયાસ કરનારા 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ તબલીગી જમાતના સભ્યો છે.
ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા 3000ને પાર થઈ ગઈ છે અને આ સંખ્યા ઝડપથી વધી રહી છે. નિઝામુદ્દીન વિસ્તારમાં તબલીગી જમાતના કાર્યક્રમનો મામલો સામે આવ્યા બાદ કોરોના દર્દીઓની સંખ્યામાં એકદમ વધારો નોંધાયો છે. એવામાં તબલીગી જમાત સાથે જોડાયેલા વિદેશીઓ પણ કસ્ટડીમાં લેવામાં આવી રહ્યા છે.
આજે મલેશિયાના 8 નાગરિકોની ઈન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ તમામ લોકો હાલમાં જ આયોજિત તબલીગી જમાતના કાર્યક્રમમાં સામેલ થયા હતા. IGI ઇમિગ્રેશન વિભાગે મલેશિયા માટે માલિંદો એર રિલીફ ફ્લાઇટમાં સવાર થવાનો પ્રયાસ કરતાં આ લોકોને પકડી પાડ્યા. તેમને પોલીસ અધિકારીઓને સોંપવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, આ તમામ મલેશિયાથી રાહત સામગ્રી લઈને આવેલી ફ્લાઇટમાં ચઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઇમિગ્રશેન અધિકારીઓએ તેમને ટ્રેસ કરી લીધા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

