સુરતમાં કરોડોપતિ પરિવારના ભણેલા ગણેલા 8 દીકરા-દીકરીઓ સંસાર ત્યજી દીક્ષા લઇને સંયમના માર્ગે પ્રયાણ કરશે

સુરતની ધરતી પર ફરી એક વાર 8 લોકો દીક્ષા લઇને સંયમના માર્ગે પ્રયાણ કરશે. જોકે આ વખતે દીક્ષા લેનારા માં 12 વર્ષી લઇને 28 વર્ષના યુવક અને યુવતી છે. જોકે સીએસ અને તબીબનો અભ્યાસ કરવા સાથે રૂપિયા ચાર લાખ નો પગાર છોડીને આ પૈકીના કેટલાક યુવાનો-યુવતીઓ સંયમના માર્ગે જવાના છે ત્યારે આજે દીક્ષા પહેલા સુરતમાં તેમની વર્ષીદાન યાત્રા નીકળી હતી

સુરતમાં હજુ તો એક અઠવાડિયા પહેલાં 108 કરતા વધુ લોકો એ દીક્ષા લઇને સંયમના માર્ગે પ્રયાણ કર્યુ હતું ત્યારે ફરીએક વાર સુરત માં આવતી કાલે એક સાથે 8 લોકો દીક્ષા લઇને સંયમના માર્ગે પ્ર્યાસન કરવાના છે.

આજે તેમની વર્ષીદાન યાત્રા સુરતના વેસુ વિસ્તાર માં નીકળી હતી.

આ વખતે દીક્ષામાં સૌથી નાની ઉંમરના 12 વર્ષના કિશોર અને કિશોરી છે ત્યારે સૌથી વધુ ઉમરમાં 28 વર્ષની છે.

આઠમા માંથી 3 યુવકો અને 5 યુવતી છે કરોડ પતિ પરિવાર ની અને વૈભવી જીવન જીવતા પરિવારના બાળકો દીક્ષા લેવાના છે.

તેમાંથી કેટલાંક તો સીએસ અને તબીબ સુધીનો અભ્યાસ કર્યો છે તો કેટલાક ચાર લાખ પગારની નોકરી છોડી સંયમના માર્ગે આગળ વધી રહ્યા છે.

ખાસ કરીને દીક્ષાથી માંથી ચાર ગુજરાત ના તો ચાર રાજસ્થાનના વતની છે

આ દીક્ષાર્થીઓમાં અમદાવાદને મૂળ ગુજરાતનો 12 વર્ષીય જિનેસ પરીખ મુંબઈ ખાતે રહેતી અને મૂળ પાદરલી 12 વર્ષીય સિલ્કી જૈન દીક્ષા લેશે.

મુંબઈ ખાતે રહતી અને મૂળ ભાગળ ની 19 વર્ષીય રીષિ જૈન જે FY BFM સુધી અભ્યાસ કર્યો છે. સુરતમાં રહેતા અને મૂળ સિહોર ના 19 વર્ષીય કામેશ જૈન જે BBA સુધી અભ્યાસ કર્યો છે તે દીક્ષા લેશે.

સુરતમાં રહેતા અને મૂળ પિડવાળાના 20 વર્ષીય સચિન ભણસાલી જેણે ધોરણ 12 સુધીનો અભિયાસ કર્યો છે તે અને સુરત માં રહેતા અને મૂળ વાવના 24 વર્ષીય વાયરાની નીતિન જે BMS સુધીનો અભ્યાસ કર્યો છે તે દીક્ષા લેશે.

આ ઉપરાંત સુરતમાં રહેતા અને મૂળ વાવના 23 વર્ષીય આયુશી પરીખ જેમણે B .COM સુધીનો અભ્યાસ કર્યો છે તે અને મુંબઈ ખાતે રહેતા અને મૂળ પીડવાળાના 28 વર્ષીય ભવ્યા મેગાતર જેણે C .S સુધીનો અભ્યાસ કર્યો છે તે દીક્ષા લઈ સંયમના માર્ગે આગળ વધશે.

આ તમામ અને વૈભવી જીવન જીવતા કરોડ પતિ પરિવારના બાળકો આવતી કાલે દીક્ષા લેવાના છે ત્યારે આજે તેમની ભવ્યથી ભવ્ય યાત્રા નીકળી હતી જોકે જે રીતે દીક્ષા લઇને આ તમ યુવાનો સંયમના માર્ગે જવાના છે ત્યારે પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો