વાહન અકસ્માતે અનાથ બનાવી આ 8 માસની બાળકીને

રવિવારે રાત્રે ભચાઉ થી સામખિયાળી જતા ધોરીમાર્ગ પર થયેલા કાર અને કન્ટેઇનર ટ્રેઇલર વચ્ચે થયેલા અકસ્કમાતમાં ગાંધીધામ રહેતા અને રાજકોટથી સગાઇનો પ્રસંગપુર્ણ કરી પરત ગાંધીધામ આવી રહ્યા હતા. વોંધ નજીક થયેલા આ કારમા અકસ્માતમાં ભાલારા પરિવારના ચાર સભ્યો દાદા-દાદી પુરષોત્તમભાઇ અને રંજનબેન અને માતા-પિતા હંસીલભાઇ અને બીનાબેનના કમકમાટી ભર્યા મૃત્યુ બાદ આ અકસ્માતમાં ચમત્કારિકરીતે બચી ગયેલી એકમાત્ર આઠ માસની ફૂલ જેવી મૈત્રીનું જીવન જાણે નોંધારૂં બની ગયું,હવે આ ફૂલની માવજત માટે તેનું નામ પાડનાર તેના ફઇબા જ છે,પરિવારના મૃત્યુ પામેલા સભ્યોની અંતિમ વિધી તેમના વતન જામનગરના કલ્યાણપર ગામે કરવામાં આવી હતી ત્યારે માતનો માહોલ સર્જાયો હતો.

ફૂલ જેવી મૈત્રીનું જીવન જાણે નોંધારૂં બની ગયું

આ અકસ્માતમાં નોંધારી બનેલી મૈત્રી આઠ માસની છે પરંતુ આ અકસ્માતમાં ફરી આરટીઓ,પોલીસ,નેશનલ હાઇવે અને એલ એન્ડટી જેવા તંત્રની બેદરકારી સામે આવી છે આ રોડ ઉપર અવાર નવાર આજ જગ્યાએ અકસ્માતો રોંગ સાઇડમાં પાર્ક કરાયેલી અને રોંગ સાઇડ પૂરપાટ ચાલતી મોટી ગાડીઓ ઉપર લગામલગાડવી જરૂરી છે તો નેશનલ હાઇવેના વર્ષોથી થઇ રહેલા કામોને કારણે ડાયવર્ટ કરાયેલા રસ્તાઓ અને રસ્તાઓ ઉપર જેમતેમ રાખવામાં આવેલી આડશો અકસ્માતનું કારણ બને છે.

મોડી રાત્રે ક્રેઇન દ્વારા કારને બહાર કઢાઇ હતી

તો કયાંય પણ કોઇ પણ જાતના સાઇનબોર્ડ પણ લગાડવામાં આવતા નથી જેથી વાહન ચાલકોને ખ્યાલ આવે તો મોટી ગાડીઓ ના ચાલકો રોંગ સાઇટમાં પૂરપાટ ચલાવે છે પાર્ક કરી દે છે પરંતુ પાછળના ભાગમાં નથી સિગ્નલ ચાલુ રાખતા કે નથી રિફલેક્ટર લગાડતા જેને કારણે અનેક વખત જીવલેણ અકસ્માતો થાય છે અને પરિવારો વિંખાઇ જાય છે,અકસ્માત તો થઇ ગયો પરિવાર વિંખાઇ ગયો હવે આ આઠ માસની માસુમ મૈત્રીનું સજાયેલું જીવન ડહોળાઇ ગયું.

અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ બોલાઇ ગયો
કાર અકસ્માતમાં એક જ પરિવારના સભ્યોએ જીવ ગુમાવ્યો

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો