ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે: જંગલો કાપવાથી માનવજાતની થશે ભૂંડી દશા, 1-2 નહીં ઘણા બધા ચેપી વાયરસ ફેલાશે

કોરોના વાયરસ (Coronavirus) વન્યજીવોમાંથી મનુષ્યોમાં આવ્યો છે. જંગલી જીવોમાંથી મનુષ્યોને વાયરસનો ચેપ લાગે એ કોઇ જ નવી વાત નથી. પરંતુ કોરોનાએ વાયરસ કેટલો ઘાતક હોય છે તે સાબિત કરી આપ્યું છે. આ બધાની વચ્ચે ‘ઈન્ટરગવર્મેન્ટલ સાયન્સ પોલિસી પ્લેટફોર્મ ઓન બાયોડાઈવર્સિટી એન્ડ ઈકોસિસ્ટમ સર્વિસ (Intergovernmental Platform on Biodiversity and Ecosystem Services)’નો રિપોર્ટ રજૂ થયો હતો.

વન્ય સજીવોમાં સક્રિય છે 17 લાખથી વધુ વાયરસ

આ આંતરરાષ્ટ્રીય રિપોર્ટ પ્રમાણે જંગલમાં રહેતા સજીવોમાં કુલ મળીને 17 લાખ વાયરસ હોવાનો અંદાજ છે. તેમાંથી 8.5 લાખ વાયરસ એવા છે, જે ચેપી છે અને મનુષ્યને ચેપ લાગી શકે છે. બધા વાયરસો કોરોના જેવા ન હોય તો પણ એકાદ વાયરસનો ચેપ પણ મનુષ્યને ભારે પડી શકે એમ છે.

જંગલો કપાતા આવી રહ્યા છે મનુષ્યના સંસર્ગમાં

આ રિપોર્ટ દ્વારા વિશ્વને સાવધાન કરવામાં આવ્યું છે. કેમ કે વિકાસ કાર્યોના નામે જંગલો કપાઈ રહ્યા છે અને વન્યજીવોના રહેઠાણો ઓછા થઈ રહ્યા છે. પરિણામે જે સજીવો અગાઉ ભાગ્યે જ મનુષ્યના સંપર્કમાં આવતા હતા એ હવે સરળતાથી મનુષ્યના સંસર્ગમાં આવવા લાગ્યા છે. પરિણામે ચેપ લાગવાનું પ્રમાણ પણ વધી રહ્યું છે.

ઉલ્લેખનીય છેકે છેલ્લી એક સદીમાં કુલ 6 મોટા વિશ્વવ્યાપી રોગચાળા નોંધાયા છે અને આ તમામ રોગળાચા જંગલી જીવોમાંથી આવ્યા છે. આ વાયરસ ફેલાવાથી અર્થતંત્રને કરોડો-અબજો ડૉલરનું નુકસાન થતું હોય છે.

કોરોના પછીય જો જંગલો કાપવાનું અને વન્યજીવોને છંછેડવાનું બંધ નહીં થાય તો ભવિષ્યમાં વધુ વાઈરસ મનુષ્યના શરીરમાં પ્રવેશી ચેપ લગાડી શકે એમ છે તેમાં કોઇ જ શંકાનું સ્થાન નથી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો