108ના કર્ચમારીઓની પ્રશંસનિય કામગીરી, 108ના કર્મીએ સગર્ભાની એમ્બ્યુલન્સમાં નોર્મલ પ્રસુતિ કરાવી, બાળકનો જન્મ થયો

કોરોનાની મહામારી વચ્ચે ફરી એકવાર 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની પ્રશંસનિય કામગીરી સામે આવી છે. પ્રસુતિના દર્દથી પીડિત પ્રસુતાની 108માં જ નોર્મલ પ્રસુતિ કરાવી 2 કિલો અને 200 ગ્રામના બાળકનો જન્મ કરાવ્યો હતો. નવાઈની વાત એ હતી કે, 108ના પાઇલોટ કરણ આહિરે 8 કિલો મીટરનું અંતર માત્ર 10 મિનિટમાં કાપી સગર્ભાને સ્મીમેર હોસ્પિટલ પહોંચાડી દીધી હતી. જોકે, સગર્ભા આરાધનાને કોઈ તબીબી સારવાર મળે એ પહેલાં જ પ્રસૂતિની પીડા ઉપડતા 108ના EMT-PILOT એ એમ્બ્યુલન્સમાં સગર્ભાની નોર્મલ પ્રસુતિ કરાવી દીધી હતી. પાઇલોટ કરણ આહિરે જણાવ્યું હતું કે, સ્થળ પર પહોંચ્યા બાદ સાગર્ભાથી ચાલી ન શકાતું હોવાથી તેણીને ઘરમાંથી ખુરશી પર બેસાડી 108 સુધી લવાયા બાદ સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલ બહાર જ પ્રસુતાએ બાળકને જન્મ આપ્યો હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

પહેલી પ્રસુતિ નોર્મલ થઈ

રામ પ્રસાદ (પ્રસૂતાના પતિ) એ જણાવ્યું હતું કે તેમના લગ્નને ચાર વર્ષ થઈ ગયા હતા. તેઓ લુમસના ખાતામાં નોકરી કરે છે અને મૂળ બિહારના રહેવાસી છે. લગ્ન બાદ આ પહેલું બાળક હતું. સગર્ભા પત્નીના પ્રસુતિના દર્દને લઈ તેમણે 108ને ફોન કરતા તાત્કાલિક એમ્બ્યુલન્સ આવી ગઈ હતી. એટલું જ નહીં પણ સમય સર હોસ્પિટલ પહોંચાડી દીધા હતા. જોકે, પ્રસુતિની પીડા સહન ન કરી શકનાર આરાધનાએ એમ્બ્યુલન્સમાં જ બાળકને જન્મ આપ્યો હતો. 108 ના EMT જીતેન્દ્ર અને PILOT કરણ આહીરની મદદથી પ્રસુતિ નોર્મલ થઈ હતી. બાળક અને માતા બન્ને તદુરસ્ત હોવાનું તબીબો જણાવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો