રાજકોટમાં 75 વર્ષના વૃદ્ધા કોરોના સામેની લડાઈ જીત્યા, વયોવૃધ્ધ દર્દી હોવા છતાં પણ વેન્ટિલેટરની જરૂર નથી પડી, જાણો સમગ્ર કહાની

રાજકોટમાં 24મીએ 75 વર્ષના વૃધ્ધાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે કુલ 10 કેસ રાજકોટમાં નોંધાયા છે તેમાંથી આ વૃધ્ધા સૌથી મોટી ઉંમરના છે પણ કોરોનાની લડાઈમાં તેઓ આગળ નીકળી ગયા છે અને માત્ર 9 જ દિવસમાં તેમણે રિકવરી કરી છે જેની પાછળ સારી રોગપ્રતિકારક શક્તિનો મહત્વનો ભાગ હોવાનું બહાર આવ્યું છે.

વિદેશની હોસ્પિટલને પણ ટક્કર મારે તેવી સુવિધા મળી: વૃદ્ધા

આરોગ્ય વિભાગને વૃદ્ધાએ કહ્યું તમે લોકોએ મને ખબૂ જ સાચવી છે. હું જ્યારે સારવારમાં આવી ત્યારે મને એવું લાગ્યું કે મને ન્યૂમોનિયા છે તેવું માનીને આવી હતી.આરોગ્ય વિભાગની દવા અને લોકોની દુવા ભેગી મળી આજે હું સાજી થઇ ગઇ છું. મારા હિતેચ્છુઓે ધૂણી ધખાવી મને સાજી કરવા પ્રાર્થના કરતા હતા. નરેન્દ્રભાઇ મોદી અને વિજયભાઇની હું ખૂબ જ આભારી છું. આરોગ્ય વિભાગ માટે મને શબ્દો નથી મળતા પણ આ બધી સૂક્ષ્મ બાબતો છે. અમે નીકળતા હતા ત્યારે બધા ડોક્ટરો અમને વિદાય આપવા માટે ઉભા હતા અને તાળીઓ વગાડી વિદાય આપી. કહેતા હૃદય ભરાઇ છે કે આ લોકો અમને આટલો બધો પ્રેમ આપે છે. જેના માટે હુ લાયક છું કે નહીં તે પણ મને ખબર નથી. ડોક્ટરો મને બા બા કરતા હોવાથી તે બધા મારા સંતાનો બની ગયા. કદાચ આ અવિસ્મરણીય સમય હતો જે છેલ્લી ઘડી સુધી નહીં ભૂલાઇ. મને નાનુ મોટુ દર્દ થતું ત્યારે સરકારીમાં જવાઇ નહીં તેવું હતું પરંતુ આ તો વિદેશની હોસ્પિટલને પણ ટક્કર મારે તેવી સુવિધા મળી. પ્રભુએ મને ચાન્સ આપ્યો હોત તો હું પણ અહીં સેવામાં જોડાઇશ. તેમના પુત્રએ પણ સરકારી હોસ્પિટલના વખાણ કર્યા હતા અને લોકોને બહાર ન નીકળવા અપીલ કરી હતી.

વહેલાસર નિદાન થવાથી ડેમેજ અટકાવી શકાયું

જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરીના જણાવ્યા અનુસાર ‘દર્દીની સારવાર સરકારની ગાઈડલાઈન મુજબ જ કરવામાં આવી છે અને તેમણે ખૂબ ઝડપથી રિકવરી લીધી છે. તેમને વેન્ટિલેટરની પણ જરૂર નથી પડી. તેમના કેસમાં વાઇરસ બહુ ડેમેજ કરી શક્યો નથી તે તબીબોની બહુ મોટી સફળતા છે. વાઇરસને અટકાવવામાં દર્દીની ઈમ્યુનિટીએ સારો ભાગ ભજવ્યો છે સારી રોગપ્રતિકારક શક્તિને કારણે ઝડપથી રિકવરી થઈ છે વાયરસનો લોડ શરીરમાં એટલો વધ્યો ન હતો કે જેથી શરીરના બીજા અંગો અથવા તો ફેફસામાં ડેમેજ કરી શકે. બીજી તરફ દર્દીને તકલીફ શરૂ થઈ તે જ સપ્તાહમાં સારવાર શરૂ થઈ ગઈ હતી અને વહેલાસર નિદાન થઈ જવાથી યોગ્ય સારવાર શરૂ થઈ હતી અને ડેમેજ અટકાવી શકાયું છે’.

આખો દિવસ ધાર્મિક પુસ્તક વાંચ્યા

આ ઉંમરે પણ રોગપ્રતિકારક શક્તિ સારી હોવાના રહસ્ય અંગે વૃધ્ધાએ કહ્યું કે ‘મે છેલ્લા 35 વર્ષથી બહારનું ખાધું નથી. દિવસ દરમિયાન સમતોલ આહાર લઉં છું. ડાયાબિટીસ હોવાને કારણે ભાત પણ અડતી નથી શાક અને રોટલી તેમજ ફળાહાર કરું છું. સવારે નાસ્તો જ્યારે રાત્રીના સમયે હળવો ખોરાક પસંદ કરું છું. ઘરની બહાર બહુ ઓછા કિસ્સામાં નિકળવાનું થાય પણ બજારમાં કામ હોય તો હજુ પણ સ્કૂટર પર નીકળી જાઉ છું.’ હોસ્પિટલની સારવાર વિશે કહ્યું કે તબીબો અવારનવાર તેમની તબિયત પૂછતા હતા અને સારી સારવાર કરી છે બધાનું વર્તન સારું રહ્યું. આખો દિવસ એક જ જગ્યાએ રહેવાનું હોવાથી તેમણે ધાર્મિક પુસ્તક મગાવી દીધા હતા અને તે આખું વાંચી લીધુ હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો