72 વર્ષીય પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધાનું મક્કમ મનોબળ: ઓક્સિજન લેવલ 60 ટકા, CRP 180; ઉપરાંત ડાયાબિટીસ-બીપી હોવા છતાં કોરોનાને હંફાવ્યો

ઊંઝાના 72 વર્ષિય પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધા પાલનપુરની લાઈફ કેર હોસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ થયા બાદ રોજ ઊંધા સુઈ 4 લીટર પાણી પી કોરોનાને મ્હાત આપી છે. ડાયાબિટીસ બીપી જેવા ગંભીર રોગ અને હોસ્પિટલમાં લાવ્યા ત્યારે ઓક્સિજન લેવલ 60% હતું CRP 180 પહોંચી ગયું હતું છતાં વૃદ્ધાએ મજબૂત મનોબળ સાથે કોરોનાને હંફાવ્યો છે.

શ્વાસમાં તકલીફ થતા તાત્કાલિક દાખલ કર્યા

ઊંઝાના આલોક બંગ્લોઝમાં રહેતા બકુલેશ ભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિને કોરોના થયો હતો. તેમની સાથે ઘરમાં રહેતા 72 વર્ષના બન્ને આંખે નિહાળી ન શકતા તેમના માતા રઈબેન ઈશ્વરભાઈ પ્રજાપતિ પણ સંક્રમિત થઈ ગયા હતા. બીપી અને ડાયાબિટીસ વૃદ્ધ માતાને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી અને ઓક્સિજન લેવલ 60 સુધી જતું રહ્યું. જે બાદ તેમને તાત્કાલિક પાલનપુરની લાઇફકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

રેમડેસિવિર-પ્લાઝમા થેરેપીથી સારવાર કરી

ડો ગૌરવ પ્રજાપતિએ જણાવ્યું કે ” 13 તારીખે રાત્રે જ્યારે પેશન્ટને એડમીટ કરવામાં આવ્યા ત્યારે તેમની સ્થિતિ અત્યંત ક્રિટીકલ હતી. માજી બંને આંખે ન દેખી શકતા હોવા છતાં સ્ટાફને સંપૂર્ણ સહકાર આપતાં હતા. દરરોજ 15 લિટર ઓક્સિજન થકી તેમનું ઓક્સિજન 90 જેટલું આવી ગયું હતું. તમને રેમડેસીવીર અને પ્લાઝ્મા થેરેપીની સારવાર કરવામાં આવી. માજીને દરરોજ ચાર કલાક ઊંધા સુવા માટે સમજાવ્યા અને રોજ 4 લીટર પાણી પીવડાવ્યું જેથી તેઓ 15 દિવસમાં કોરોનાને મ્હાત આપી શક્યા છે. રઈબેનએ જણાવ્યું કે ” મને તકલીફ નથી. સારું છે. સ્ટાફે બહુ સેવા કરી છે. અમારા નખ કાપવા પણ સ્ટાફ આવે છે. બહુ ધ્યાન રાખે છે.”

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો