40 વર્ષથી ભૂખ્યાને ભોજન કરાવતા મોરબીના બચુબાપા, પૈસા આપો તો ઠીક નહી તો મફતમાં ભરપેટ ખાઇ લો

‘અન્નદાન એ મહાદાન’ (Food Donation is a Great Donation) આ કહેવત ખુબ જ લોકોના મોઢે તમે સાંભળી હશે. પરંતુ તેને સાર્થક થતી જોવી હોય તો તમારે મોરબી (Morbi)માં બચુબાપા કા ઢાબા (Bachu Kaka Ka Dhaba)માં જવું પડશે. જ્યાં 72 વર્ષના બચુકાકા 40 વર્ષથી ભુખ્યાઓને ભોજન આપે છે.

મોરબીના આ ઢાબા પર પૈસા હોય કે ના હોય પણ જમીને ફરજિયાત જવાનું. યુવાનીમાં ભોજનાલય (Restaurant)શરૂ કરવાનું અધરું સપનું જોઈ ચુકેલા 72 વર્ષીય બચુબાપા પટેલ મોરબીની ફુટપાથ પર 40 વર્ષથી આ સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે. બચુબાપા કા ઢાબામાં આટલી મોંઘવારી વચ્ચે પણ માત્ર 20 રૂપિયામાં ફુલ થાળી જમવા આપવામાં આવે છે. જમ્યા પછી 20 રૂપિયા હોય તો ભલે નહીંતર 10 પણ ચાલે અને પૈસા ન હોય તો પણ ચાલે. તેવું 72 વર્ષીય બચુબાપા જણાવી રહ્યા છે.

કોઈ ના પેટ ની જઠ્ઠરાગ્ની ઠારવી એના થી મોટું પુણ્યનું કામ બીજું શું હોઈ શકે. એવા વિચારથી જીવતા બચુબાપા પોતે જ ફકીર જેવી જિંદગી જીવે છે. સવારે 10.30 વાગ્યથી શરૂ કરી સાંજે ચાર વાગ્યા સુધી ભોજનનો આ સેવાયજ્ઞ મોરબીમાં ચાલે છે. જાતે જ શાકભાજી અને કરિયાણું લાવી રસોઈ બનાવી રોજના 70થી વધુ લોકોને બચુબાપા જમાડે છે. અહિં કોઈ પૈસા આપીને જાય તો કોઈ વગર પૈસે ભરપેટ જમીને જાય છે.

ફાઈવ સ્ટાર હોટલમાં જમ્યા પછી પણ સંતોષનો ઓડકાર ન આવે તેવો બચુબાપાએ હાથે બનાવેલાં ભોજનમાં આવે છે તેવું અહિં જમતા લોકોનું કહેવું છે. લોકો જમતાં જાય અને બચુકાકા ગરમ-ગરમ રોટલીઓ ખવડાવતાં જાય. ગત્ત વર્ષ સુધી બચુબાપા સાથે તેમના ધર્મપત્ની પણ હતા. જે તેમના હાથે રસોઈ બનાવી લોકોને જમાડતાં પરંતુ વિધિની વક્રતા કે તેઓ હવે આ દુનિયામાં રહ્યા નથી. એકલું જીવન જીવતાં બચુકાકા પત્નીની વાત કરતાં રડી પડે છે, કાકા તેમને પોતાની અન્નપુર્ણા માને છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો