પાટીદાર સમાજે મહામારીના સમયમાં એકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું: 700 પાટીદાર સમાજ 1 રૂપિયામાં કરાવશે લગ્ન, પરિવારનો આર્થિક બોઝો ઓછો કરવા પ્રયાસ

સામાજીક કાર્યક્રમો કરવા માટે હંમેશા અગ્રેસર રહેલા પાટીદાર સમાજે ફરી એકવાર કોરોનાવાયરસના સમયમાં સમાજમાં કોઈને મુશ્કેલી ન પડે તે માટે એકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે. કોરોનાના સમયમાં અનેક પરિવાર આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે મહેસાણા-વિસનગર પાટીદાર સમાજે પરિવારને લગ્નનો ખર્ચનો બોજો ન પડે તે માટે માત્ર 1 રૂપિયામાં લગ્ન કરી આપવામાં આવ્યું છે.

મહેસાણા જિલ્લામાં વિસનગર ખાતે 700 પાટીદાર સમાજ દ્વારા કોરોના વાયરસની મહામારી સમયે સમાજના પરિવારો પર લગ્નેતર પ્રસંગોના ખર્ચનો બોજો પડે નહીં માટે માત્ર 1 રૂપિયામાં લગ્ન કરી આપવામાં આવ્યા છે

એ પ્રસંગમાં સરકારની કોરોના વાયરસની ગાઈડ લાઈનનું પાલન કરતા માસ્ક અને સેનેટાઇઝર સાથે જ સોસીયલ ડિસ્ટનસનું પાલન કરતા આયોજકોએ આયોજન કરી અનેક પરિવારનો આર્થિક ખર્ચ બચી જાય માટેનો પ્રયાસ કર્યો છે.

માત્ર 1 રૂપિયા ટોકનમાં લગ્ન કરાવી આપવાના આ આયોજનમાં આયોજકો દ્વારા કેટલાક નિયમો જાહેર કરી લગ્ન કરાવવા માટે નોંધણી કરનાર વર અને કન્યા પક્ષે પોતાના કરે સત્કાર સમારંભ કે વરઘોડા સહિત કોઈ પણ પ્રકારના કાર્યક્રમો ન યોજવાની ટકોર કરવામાં આવી છે જેથી ખોટા ખર્ચ બચી શકે અને કોરોના વાઇરસનું સંક્રમણ અટકાવી શકાય ત્યારે આ પ્રકારના આયોજનને જોતા સમાજના અગ્રણીઓએ પણ આ કાર્યને પ્રેરણાદાયક ગણાવ્યું છે.

સમગ્ર આયોજનમાં કોરોના સંક્રમણ અટકે અને સમાજના પરિવારો પર આર્થિક ભારણ ન પડે માટે સામાજિક આગેવાનોના સહકાર થી 700 પાટીદાર સમાજ દ્વારા અત્યાર સુધી 18 ઇન્કવાયરી અને 4 વરઘડિયાઓની લગ્ન તારીખો નોંધવામાં આવી છે જેમાં વર કન્યાની ઈચ્છા મુજબની તારીખે લગ્ન કરી આપવામાં આવનાર છે.

ઉલ્લેખનીય છે કે, પાટીદાર સમાજ હંમેશા સમાજના નીચલા વર્ગ તથા સમાજમાં રહેલા ખોટા ખર્ચ ઘટાડવા માટે પ્રયાસ કરતો જોવા મળે છે. મોટાભાગના દરેક પાટીદાર સમાજ દ્વારા સમુહલગ્નનું આયોજન પણ કરવામાં આવે છે. સમૂહલગ્ન કરવાથી લગ્ન પાછળ થતા ખોટા ખર્ચા ઓછા થઈ જાય છે, અને સમાજના આગેવાનો તથા પૈસા ટકે સુખી સંપન્ન લોકો આગળ આવી દાનની સરવાણી વહાવી સમાજને આગળ લાવવામાં સહભાગી બને છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો