મોટો ઘટસ્ફોટ: જામનગરની સરકારી હોસ્પિટલમાં 70 જેટલી યુવતીઓનું થયું શારીરિક શોષણ, સમગ્ર કાંડ છ માસથી ચાલતો હોવાનો આક્ષેપ

જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં હાલ એક મોટો વિવાદ સામે આવ્યો છે. જેમાં એટેન્ડન્ટ મહિલાએ ગંભીર આરોપ લગવતા ચારેબાજુ ચર્ચાનો સૂર ઉઠ્યો છે. મહિલાઓએ સુપરવાઈઝરો પર જાતીય સતામણી કરતા હોવાનો આરોપ મૂક્યો છે. તેઓ ચેકિંગના બહાને શારીરિક છેડછાડ કરતા પણ હોવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં, યુવતીઓ પાસે સેક્સની પણ માંગણી કરાય છે, અને જો શારીરિક સંબંધનો ઈન્કાર કરે તો નોકરીમાંથી દૂર કરાય છે. ત્યારે આવી ભોગ બનેલી યુવતીઓએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું.

હાલ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. કોવિડની સારવાર હોય કે આગની ઘટના હોય જીજી હોસ્પિટલ રાજ્યભરમાં છેલ્લા એક વર્ષમાં ટોકિંગ પોઈન્ટ બની છે. ત્યારે મહિલા કર્મચારીઓના યૌન શોષણના આક્ષેપને લઈને વધુ એક વખત ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે જી.જી. હોસ્પિટલમાં મહિલા કર્મચારી સાથે થતાં શોષણ પ્રકરણમાં આરોગ્ય કર્મચારીએ મોટો ઘટસ્ફોટ કર્યો છે. ઓળખ છુપાવવાની શરતે એક આરોગ્ય કર્મીએ મીડિયા સમક્ષ ગંભીર ખુલાસાઓ કર્યા છે.

આરોગ્ય કર્મચારીએ ઘટસ્ફોટ કર્યો છે કે, મહિલા એટેન્ડેન્ટસને નોકરીના નેજા હેઠળ શારીરિક શોષણ કરવા માટે વિભાગના કેટલાક લોકો દબાણ કરતા હતા તેમણે તેઓના નામનો પણ ખુલાસો કર્યો છે. સમગ્ર કાંડ છ માસથી ચાલતો હોવાનું અને તે પાછળ પાંચ વ્યક્તિ અને એક યુવતી હોવાનો આક્ષેપ કર્યો હતો. આક્ષેપ કરનારે પાંચેય શખ્સોના મોબાઈલ ચેક કરવામાં આવે તો ઘણી વિગતો બહાર આવે તેમ છે. તેમજ સરુસેક્શન ખાતે એક યુવકના ફ્લેટ પર પણ તમામ શખ્સો યુવતીઓને લઈ જતા હોવાનું જણાવી ત્યાંના પાડોશને પણ પુછી લેવા જણાવ્યું હતું. પીડિત મહિલાઓની સંખ્યા લગભગ 70ની આસપાસ હોઇ શકે છે.

જામનગરમાં હોસ્પિટલમાં જાતીય સતામણી આરોપનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું આપી તેમણે જણાવ્યું કે આ ઘટનામાં રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા છે. જેમાં 3 સભ્યોની કમિટી તપાસ કરી અહેવાલ સોંપશે. કમિટીના અહેવાલ બાદ કાર્યવાહી કરાશે. તંત્ર દ્વારા સીટી એસડીએમ આસ્થાબેન ડાંગરની અધ્યક્ષતામાં સીટી ડીવાયએસપી નિતેષ પાંડે અને ડેન્ટલ કોલેજના ડીન ડો.નયનાબેન પટેલ એમ ત્રણ અધિકારીઓની તપાસ સમિતિ બનાવી કોવીડ હોસ્પિટલમાં કામ કરી રહેલી અને કામ કરી ચુકેલી યુવતીઓના નિવેદન લેવાની કામગીરી શરુ કરી દેવામાં આવી છે.

આ ઘટના અંગે જામનગર કોવિડ હોસ્પિટલની મહિલા એટેન્ડન્ટ પાસે સુપરવાઈઝર ફિઝિકલ રિલેશન રાખવા દબાણ કરતા હોવાનો એક યુવતીએ આક્ષેપ કર્યો છે. તાજેતરમાં જ એટેન્ડન્ટ યુવક યુવતીઓએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આપલે આવેદનપત્ર મીડિયા સાથેની વાતચીતમાં પણ એક મોટો ખુલાસો કર્યો હતો. મહિલા એટેન્ડન્ટ દ્વારા કરાયેલા આક્ષેપોમાં કોઈ સુપરવાઈઝરનું નામ લેવાયું નથી. હોસ્પિટલનો સ્ટાફ ફરજ પર 24 કલાક હોય છે અને દરેક વ્યક્તિનું સીસીટીવી દ્વારા મોનીટરીંગ પણ કરવામાં આવે છે. એટેન્ડન્ટ તરફથી તેઓને હજી સુધી કોઈ લેખિત કે મૌખિક ફરિયાદ મળી નથી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો