70 વર્ષના દાદી ને 10 વર્ષીય પૌત્ર, ઘરે ઘરેથી રોટલા ઉઘરાવી 200 ગાયોને ખવડાવે છે

આપણા શહેરમાં રોજની મોટી સંખ્યામાં ગાયો રખડતી જોવા મળી રહી છે પરંતુ આ રખડતી ગાયોની સેવા માટે જૂનાગઢમાં રહેતા 70 વર્ષીય વૃધ્ધા અને તેમનો 10 વર્ષનો પુત્ર રોજ શહેરના 100થી વધુ ઘરોમાં રોટલા ઉઘરાવી 200 જેટલી ગાયોને ખવડાવે છે.

હિન્દુ સમાજ માટે ગાય એ પુજનીય છે ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. લોકો ગાયની પુજા કરી ધન્યતા અનુભવે છે પરંતુ આજના સમયમાં વિવિધ શહેરોમાં ગાયો રસ્તા પર રખડતી જોવા મળી રહી છે ત્યારે આ ગાયોની સેવા માટે જૂનાગઢમાં રહેતા 70 વર્ષીય લાભુબેન ગોરધનભાઇ દેલવાડીયા અને તેમનો પૌત્ર વંશ દિપકભાઇ પણ તેમની સાથે છેલ્લા 10 વર્ષથી તેમની દાદી સાથે શહેરની 4 માળની 3 બિલ્ડીંગમાં 100થી વધુ ઘરોમાં રોટલા ઉઘરાવે છે.

જુનાગઢમાં દરરોજના 4 માળની 3 બિલ્ડીંગમાં 100થી વધુ ઘરોમાં રોટલા ઉઘરાવા જાય છે

આ રોટલા 200થી વધુ ગાયોને ખવડાવવામાં આવે છે. લાભુબેન છેલ્લા ઘણા વર્ષોથી ગાયોની સેવાના રૂપે રોટલા ઉઘરાવી રખડતી-ભટકતી ગાયોને ખવડાવી રહ્યા છે. લાભુબેનની આ સેવાકીય પ્રવૃતિઓને સૌ કોઇ બિરદાવી રહ્યા છે.

પૌત્ર 2 વર્ષનો હતો ત્યારથી દાદી સાથે કરે છે સેવાકીય કામ 
લાભુબેનનો પૌત્ર વંશ 2 વર્ષનો હતો ત્યાથી તેમની દાદી સાથે આ સેવાકીય કાર્યમાં જોડાયો છે તે હાલ બેબીલેન્ડ સ્કુલમાં ધોરણ 3માં અભ્યાસ કરી રહ્યો છે. 8 વર્ષથી દાદી સાથે ગાયોને રોટલા ખવડાવે છે.

આવા ઉમદા કાર્યને એક લાઈક અને શેર કરીને વધાવજો

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો