સુરતમાં 7 વર્ષની બાળકીએ કોણી પર બેલેન્સ કરીને 1 કલાક 1 મિનિટનો રેકર્ડ બનાવીને ગુજરાતનું ગૌરવ વધાર્યું

સુરતની એક 7 વર્ષની માસૂમ બાળકીએ કોણી પર બેલેન્સ રાખીને 1 કલાક 1 મિનિટનો રેકર્ડ પોતાના નામે અંકિત કરી દીધો છે. તેની આ સિધ્ધી ઇન્ડિયા બૂક ઓફ રેકર્ડસમાં નોંધાઇ છે. આ નાનકડી બાળકીના ટેલન્ટે સુરતની સાથે રાજ્યનું ગૌરવ વધાર્યું છે. પોતાની દિકરીમાં આવું અદભૂત ટેલન્ટ છે એ વાતની માતા-પિતાને ખબર જ નહોતી, ટાયકોન્ડોના કલાસ ટીચરે જયારે માહિતી આપી ત્યારે ખબર પડી. હવે આ બાળકીના પિતા 4 કલાક અને 19 મિનિટનો વર્લ્ડ રેર્કડ તોડવા માટે દિકરી પાસે મહેનત કરાવી રહ્યા છે. આ ટેલેન્ટને Plank Pose કહેવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સુરતમાં એક ડાઇંગ મીલમાં સુપર વાઇઝર તરીકે નોકરી કરતા રાજ જાધવની 7 વર્ષની પુત્રી જાનવી હજુ ઉધનાની એક શાળામાં જુનિયર કે,જી.માં ભણે છે. રાજ જાધવના પત્ની ટ્રાફીક બ્રિગ્રેડ તરીકે સેવા આપે છે. જાનવીની સિધ્ધીના વાત કરતા રાજ જાધવે કહ્યુ હતું કે અમે જાનવીને ટાયકોન્ડાના કલાસમાં મુકી છે, ત્યાં એક વખત ર્સ્પધામાં 41 મિનિટ સુધી કોણી પર બેલેન્સ રાખીને કસરત કરી હતી. 7 વર્ષની બાળકીની આવી ક્ષમતા જોઇને કલાસ ટીચર અચંબામાં મુકાઇ ગયા હતા અને તેમણે મને વાત કરી હતી.

રાજ જાધવે કહ્યું કે અમે તો આ વાત સાંભળીને ખુશીથી ઉછળી પડયા હતા, કલાસ ટીચરે કહ્યું કે જો તમે જાનવીને મોટીવેટ કરશો તો તે રેકર્ડ બનાવી શકે તેમ છે, કલાસ અને ઘરે મહેનત કરાવવી પડશે. અમે તૈયારી શરૂ કરી અને 1 મહિનાની મહેનત પછી જાનવીએ 1 કલાક અને 1 મિનિટ સુધી Plank Poseની કસરત કરી હતી. આ વાત અમે ઇન્ડિયા બૂક ઓફ રેકડર્સને જાણ કરી હતી. કોરોનાને કારણે તેઓ સુરત આવી શકે તેમ નહોતા, એટલે અમારી પાસેથી એડીટ વગરના વીડિયો અને ફોટોઝ વેરિફિકેશન માટે મંગવવામાં આવ્યા હતા. 14 દિવસ પછી ઇન્ડિયા બૂક ઓફ વર્લ્ડ રેકડર્ઝ તરફથી પુરા વેરિફિકેશન પછી જાનવીનો રેકર્ડ અંકિત કરવામાં આવ્યો હતો અને તેના નામનું સર્ટિફેકેટ, મેડલ વગેરે અમારા ઘરે મોકલી આપ્યું હતું.

રાજ જાધવે કહ્યું કે અમારા ટવિન્સ બાળક છે એક દિકરો અને એક દિકરી, દિકરો પણ જાનવી જેવી ક્ષમતા ધરાવા છે, પરંતુ બે બાળકો માટે ખર્ચ કરવાની અમારી તાકાત નથી, એટલે એક જ બાળક જાનવી પાછળ અમે મહેનત કરવાનું નક્કી કર્યુ હતું.

જાનવીના પિતાએ કહ્યું કે જાનવીના ટેલેન્ટને ઓળખ્યા પછી અમે તે વર્લ્ડ રેકર્ડ બનાવે તેના માટેના પ્રયાસ શરૂ કર્યા છે. અમારી જાણ મુજબ 4 કલાક અને 19 મિનિટનો રેકર્ડ એક 25 વર્ષની યુવતીના નામે છે. જાનવી અત્યાર સુધી 2. 50 મિનિટ સુધી તો Plank Pose કરી શકે છે હવે 1.50 કલાક જ દુર છે પણ અમને આશા છે કે જાનવી વર્લ્ડ રેકર્ડ પણ બ્રેક કરશે.

માત્ર ધનિક પરિવારના યુવાનો પાસે જ ટેલેન્ટ હોય એવું નથી, પરંતુ દેશમાં અનેક નાના પરિવારના બાળકોએ ઉંચી સફળતાના સોપાના સર કર્યા છે, તેમને જરૂર હોય છે, માત્ર એક સપોર્ટની.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો