ડ્રાઇવિંગ લાઇસન્સ અને આરસી સિવાય આ 7 કારણોથી પણ ફાટી શકે છે મેમો, જાણો શેના માટે કેટલો થશે દંડ?

દેશમાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયાને દોઢ મહિના જેવો સમય થયો છે. ટ્રાફિકના નિયમો કડક બન્યા છે અને કોઈ પણ પ્રકારની છૂટછાટ નથી. પરિણામે, લોકો હવે ભારે પડકારો ટાળવા માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે. ડ્રાઇવિંગ કરતી વખતે તમામ પ્રકારના કાગળો તમારી પાસે રાખવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે બધા કાગળો હોવા છતાં પણ તમારું ચલણ કાપી શકાય છે. તેમાં આ 7 કારણો મુખ્યત્વે તપાસવામાં આવે છે.

કારમાં ક્ષમતાથી વધુ લોકો બેસાડવા માટે

કારમાં 5થી વધુ લોકોને બેસાડવા બદલ દંડ ફટકારવામાં આવશે. કોઈપણ કારમાં બેઠકોની સંખ્યા કરતા વધારે લોકો કારમાં બેસે તો પણ તેનો મેમો ફાડી શકાય છે. આ સ્થિતિમાં, તમને 200 રૂપિયાનો મેમો આપવામાં આવી શકે છે.

ગાડી મોડિફાઈ કરવા માટે

એક સમય હતો જ્યારે પોતાની ગાડીને મોડીફાઈ કરાવવામાં આવતી જેથી તે વધારે સારી દેખાય. પણ જો તમે ગાડીના મૂળ સ્વરૂપને બદલી દો છો તો તમને તેના માટે 15 હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે. તમારી સાથે જે તે દુકાનદાર પર પણ દંડનો નિયમ લાગૂ પડે છે.

ટ્રાફિક જામ કરવા માટે

ટ્રાફિક જામ દરેક જગ્યાએ જોવા મળે છે. જો તમે તમારી ગાડીથી સડક પર ટ્રાફિક જામ કરી રહ્યા છો તો તેવી સ્થિતિમાં તમને 500 રૂપિયાનો દંડ થઈ શકે છે.

વાઈપર ન હોય તો પણ

વરસાદમાં વાઈપર વિનાની કાર એક્સીડન્ટ સર્જે છે. અકસ્માત ઘટાડવા માટે આ ફરજિયાત ગણવામાં આવ્યું છે. ટ્રાફિક નિયમો અનુસાર તમારી કારમાં વાઈપર નથી તો તમને 100 રૂપિયાનો દંડ થઈ શકે છે.

સાઈડ મિરર ન હોય તો ફાટશે મેમો

તમારી ગાડીમાં સાઈડ મિરર નથી તો આજે જ લગાવડાવો. તમારી ગાડીમાં સાઈડ મિરર નથી અથવા તમે મિરર બંધ રાખીને કાર ડ્રાઈવ કરો છો તો પણ તમને 100 રૂપિયાનો દંડ થઈ શકે છે.

મોટા હોર્ન વગાડવા માટે

મોટાભાગે લોકો ગાડીમાં મોટા અવાજના હોર્ન લગાવડાવે છે. આ ટ્રાફિક નિયમોની વિરુદ્ધ છે. એવામાં તમે આ પ્રકારના હોર્ન વગાડતા પકડાશો તો તમને 10 હજાર રૂપિયાનો દંડ અને 3 મહીનાની જેલ પણ થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો