7 યુવાનોએ ટોળામાં ફસાયેલા પોલીસ કર્મીઓને ત્રિંરગો અને બાંકડાની ઢાલ બનાવી તમામને બચાવ્યા

નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ પ્રદર્શન દરમિયાન અમદાવાદના શાહઆલમમાં હિંસક ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં ડીસીપી-એસીપી સહિત 19 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. જેમાં એક પોલીસકર્મીને તો ટોળાએ ઢોર મારમારી લોહીલુહાણ કર્યો હતો. જોકે આ હિંસક ટોળા દ્વારા થઈ રહેલા બેફામ પથ્થરમારા દરમિયાન કેટલાક યુવાનોએ પોલીસ કર્મીઓના જીવ બચાવ્યા હતા. ઈંટ-પથ્થરના વરસાદ વચ્ચે આ યુવાઓએ ત્રિરંગા, બાંકડો અને દૂધના કેરેટને ઢાલ બનાવીને પોલીસકર્મીઓને બચાવ્યા હતા. જો કે પોલીસ કર્મીઓને બચાવનારા આ યુવાનો પણ CAA બિલના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ જે શાહ આલમ પથ્થરમારા કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.

7 યુવકોએ પોતાનો જીવ જોખમમાં પોલીસ કર્મીઓને બચાવ્યા

19 ડિસેમ્બરની સાંજે શાહઆલમમાં હજારો ઉગ્ર પ્રદર્શનકારીઓએ તાંડવ મચાવ્યું અને પોલીસ કર્મીઓ પર ઈંટ અને પથ્થરો ફેંક્યા હતા. આ દરમિયાન ભીડથી બચવા માટે એક પોલીસકર્મી દોડીને બસ પર ચડવા ગયો પરંતુ નીચે પડતા જ ભીડ તેના પર તૂટી પડી. જો કે આ જ વિસ્તારમાં 7 યુવક પોતાનો જીવ જોખમમાં નાખીને પોલીસકર્મીઓને બચાવતા જોવા મળ્યા. માત્ર એટલું જ નહીં, સતત ટોળાને શાંત પાડવાના પ્રયાસો પણ કરી રહ્યા હતા. તેમની બહાદુરીનો વિડીયો પણ વાઈરલ થઈ ગયો હતો.

પોલીસ કર્મીઓએ ખુરશીને ઢાલ બનાવી પણ તૂટી ગઈ

તેમજ 4થી 5 પોલીસકર્મી એક ખૂણામાં ફસાઈ ગયા હતા. તેમની પાછળ હિંસક ભીડ હતી અને સામે દુકાનનું શટર હતું. પોલીકર્મીઓને જવા માટે કોઈ રસ્તો બચ્યો નહોતો. એવામાં ટોળું તેમના પર ઈંટ અને પથ્થરો સાથે તૂટી પડ્યું હતું. એક પોલીસકર્મીએ પ્લાસ્ટિકની ખુરશી લઈને પોતાને બચાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ પથ્થર વાગતા તે તૂટી ગઈ.

પોલીસ કર્મીઓને ભીડમાંથી સુરક્ષિત બહાર લાવ્યા

આ દરમિયાન અચાનક પોલીસકર્મીઓને બચાવવા માટે કેટલાક યુવાનો આવી પહોંચ્યા અને ભીડમાંથી નીકળીને એક યુવાન પોલીસ કર્મીઓ પાસે પહોંચે છે અને ટોળાને પથ્થર ન મારવા વિનંતિ કરે છે. પરંતુ તોફાની તત્વો તેનું સાંભળતા નથી. આ દરમિયાન વધુ 6 યુવાનો પોલીસની ઢાલ બનીને ઊભા રહી જાય છે. તેઓ હાથમાં ત્રિરંગો લહેરાવીને ટોળાને પથ્થર ન મારવા માટે કહે છે. આખરે માનવતાની જીત થાય છે અને આ પોલીસકર્મીઓને સુરક્ષિત ભીડમાંથી બહાર કાઢી લેવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો