કોરોના વાયરસથી દેશમાં બીજું મોત, દિલ્હીમાં 68 વર્ષની મહિલાનો ગયો જીવ, દીકરાથી માતાને લાગ્યો હતો ચેપ

કોરોના વાયરસનાં સંક્રમણથી દિલ્હીમાં પહેલું મોત થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે રાજધાની દિલ્હીનાં જનકપુરીમાં રહેનારી 68 વર્ષિય મહિલાનું કોરોના વાયરસનાં સંક્રમણથી મોત થયું છે. કોરોના વાયરસથી પીડિત મહિલાની સારવાર દિલ્હીની રામ મનોહર લોહિયા હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. કોરોનાનાં કારણે ભારતમાં આ બીજું મોત છે. આ પહેલા ગુરુવારનાં કર્ણાટકનાં કલબુર્ગીમાં 76 વર્ષિય વ્યક્તિનું મોત થયું હતુ.

દીકરાને થયો હતો કોરોના અને લાગ્યો ચેપ

આ વૃદ્ધ મહિલાને તેના દીકરાથી સંપર્કમાં આવવાના કારણે કોરોના વાયરસ થયો હતો. દીકરો જાપાન, જિનેવા અને ઇટાલી થઈને દિલ્હી આવ્યો હતો. જો કે પરિવારનાં બીજા સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો નથી. દિલ્હીમાં કોરોનાનાં કુલ 6 કેસ સામે આવ્યા છે, પરંતુ આ વાયરસને ફેલાતો અટકાવવા માટે દિલ્હી સરકારે મહામારી જાહેર કરી છે અને સખ્ત પગલા ઉઠાવ્યા છે. દિલ્હીમાં જે 6 લોકોને કોરોના વાયરસ છે તેમાંથી 4ની ટ્રાવેલ હિસ્ટ્રી વિદેશની છે અને તેઓ આ વાયરસથી પ્રભાવિત દેશોની યાત્રા કરીને ભારત પરત ફર્યા હતા.

યુવકની સાથે કામ કરતી યુવતીને પણ કોરોના ચેપ

6માંથી જે બે મહિલા પીડિત છે તેમાંથી એક વિદેશથી પરત ફરેલા પીડિત સાથે કામ કરતી હતી અને બીજી મહિલા પીડિતની માતા છે. મા તેની સાથે એક ઘરમાં રહેવાના કારણે આ વાયરસની શિકાર થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. શુક્રવારનાં આ વૃદ્ધ મહિલાનું મોત થયું. 6 દર્દીઓની ઉંમર પર નજર નાંખીએ તો 46, 25, 52, 25, 67 છે.

અત્યારે આખા ભારતમાં કોરોના વાયરસનાં સંક્રમણનાં કુલ 81 કેસ સામે આવ્યા છે, જેમાંથી 17 વિદેશી નાગરિકો છે. કેરળમાં કોરોનાથી સંક્રમિત ત્રણ લોકો સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ચુક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો