રાજકોટમાં 65 વર્ષના વૃદ્ધાએ બીમારીથી કંટાળીને 7મા માળેથી ઝંપલાવ્યું, આપઘાતની ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે
રાજકોટ શહેરમાં વધુ એક વૃદ્ધાએ માનસિક બીમારીથી કંટાળી આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં હાલ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. સમગ્ર મામલાની જાણ પોલીસને થતાં પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી કરી મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી હતી. સાથે જ બી ડિવિઝન પોલીસ દ્વારા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના કુવાડવા રોડ પર આવેલા ક્રિસ્ટલ કોમ્પ્લેક્સમાં સેકન્ડ ફ્લોર પર પર પોતાના પરિવાર સાથે રહેતા જમનાબેન અરજણભાઈ સોલંકી નામના વૃદ્ધાએ સાતમા માળેથી પડતું મૂકીને મોતને વ્હાલું કર્યું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલાની જાણ બી ડિવિઝન પોલીસને થતા બી ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલીક અસરથી ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
રાજકોટ: બીમારીથી કંટાળી વૃદ્ધાનો આપઘાત, LIVE CCTV pic.twitter.com/uTuKsNhunN
— News18Gujarati (@News18Guj) July 10, 2021
પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડી હતી. સાથે જ બી ડિવિઝન પોલીસ દ્વારા એફ.આઇ.આર નોંધવા સહિતની કામગીરી કરવામાં આવી છે. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસને જાણવા મળ્યું હતું કે વૃદ્ધા જમનાબેન ઘણા સમયથી માનસિક રીતે બીમાર હતા. પરિવારજનોએ પણ વૃદ્ધાએ બીમારીથી કંટાળીને આપઘાત જેવું પગલું ભરી લીધાનું જણાવ્યું હતું.
સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે વૃદ્ધા જમનાબેને ગાઉન પહેર્યું છે. તેઓ પગરખાં પહેર્યા વગર જ પોતાના બીજા માળે આવેલા ઘરમાંથી સાત માળ સુધી પહોંચે છે. ત્યારબાદ તેઓ સાત માળની બાલ્કનીની પાળી ઉપર ચડી જાય છે. નીચે કૂદતી વખતે ડર ન લાગે તે માટે તેઓ ઊંધા ફરીને કૂદકો મારે છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક જમનાબેનના ત્રણેય સંતાનો ઇમિટેશન જ્વેલરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ઘરના આધાર સ્તંભ એવા માતાએ આપઘાત કરી લેતા સોલંકી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

