કેદારનાથ હોનારત બાદ 6 વર્ષે વૃદ્ધને મળ્યો પરિવાર, ‘વિધવા’ તરીકે જીવતી મહિલાને જીવતો મળ્યો પતિ

ઉત્તરાખંડના ઉધમસિંહનગર જિલ્લામાં રહેતા 62 વર્ષીય મોબિન અંસારી આશરે 6 વર્ષ સુધી વિધવા તરીકે જીવતા રહ્યાં. તેમના પતિ જમીલ અહમદ અંસારી 2013ની કેદારનાથ હોનારત બાદ ગાયબ હતા. ત્યારે પરિવારે માની લીધું હતું કે હવે તેઓ ક્યારેય પાછા નહીં ફરે. જો કે, 31 ડિસેમ્બરે મોબિનનો એક વિડીયો કૉલ આવ્યો જેને જોઈને તેમના હોશ ઉડી ગયા. આ વિડીયો કૉલ મોબિનના પતિ જમીલનો હતો.

પોલીસે ઓપરેશન સ્માઈલ અંતર્ગત જમીલને શોધી કાઢ્યા હતા. દુર્ઘટના બાદ તેઓ યાદશક્તિ ગુમાવી ચૂક્યા હતા. તેઓ ચમોલીના ગોપેશ્વરના એક શેલ્ટર હોમમાં રહેતા હતા. પોલીસે સોશિયલ મીડિયા પર તેમની તસવીરો પોસ્ટ કરી અને શોધી કાઢ્યા. આખરે જમીલની મુલાકાત 1 જાન્યુઆરીએ પોતાના પરિવાર સાથે થઈ હતી.

ચમોલી જિલ્લામાં ઓપરેશન સ્માઈલ ચલાવતા સબ-ઈન્સ્પેક્ટર નિતિન બિષ્ટે જણાવ્યું કે, જમીલ 2013માં લંબગાડમાં મજૂરી કરતા હતા. કેદારનાથ હોનારત વખતે તેઓ અલકનંદામાં વહી ગયા હતા. ત્યાર પછી શું થયું તે તેમને યાદ નથી. બિષ્ટે કહ્યું, પોલીસને 2016માં જમીલ શેલ્ટ હોમમાં મળ્યા હતા. ત્યારે તેમની સાથે વાત કરી હતી. એ વખતે તેમણે પોતાનું નામ ઝહીર ખાન હોવાનું કહ્યું હતું. જો કે, હમણાં ડિસેમ્બર મહિનામાં મુલાકાત થઈ ત્યારે તેમણે પોતાનું નામ જમીલ હોવાનું કહ્યું.

જમીલની તસવીર પોલીસ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. ત્યારે જમીલના ભત્રીજાએ તેમને ઓળખી કાઢ્યા હતા. 1 જાન્યુઆરીએ મોબિન અને દીકરો ગોપેશ્વર ત્યાં ગયા જ્યાં પોલીસે જમીલને પરિવારને સોંપ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો