જમીનનો હક્ક પાછો મેળવવા 65 વર્ષના વૃદ્ધ ખેડૂતે સોમનાથથી ગાંધીનગર સુધી સાઈકલ યાત્રા કાઢી મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરી પરંતુ ન્યાય ન મળતા હવે છેક દિલ્હી સુધીની યાત્રાનો પ્રારંભ કર્યો
સુત્રાપાડા તાલુકાના વાવડી ગામના 65 વર્ષના ખેડૂત અરસીભાઈ રામ પોતાની જમીનના હક્ક મેળવવા માટે છેલ્લા 18 વર્ષથી લડત લડી રહ્યા છે. આ અંગે વારંવાર લાગતા વળગતા અધિકારીઓને રજુઆત કરી છે. પરંતુ તેમના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા સોમનાથથી દિલ્હી સુધી સાઈકલ પર ન્યાય યાત્રાએ નીકળ્યા છે. પોતાના હક્કની જમીન મેળવવા તેઓ દિલ્હી સુધી સાઈકલ પર જશે અને દિલ્હીમાં વડાપ્રધાનને મળી રજુઆત કરશે.
અરસીભાઈ અગાઉ ગાંધીનગર સુધી સાઈકલ યાત્રા કરી અને મુખ્યમંત્રીને પોતાની જમીન અંગે રજુઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, મારી જમીનમાં માથાભારે શખ્સોએ કૌભાંડ કરી જમીન પડાવી લેવામાં આવી છે. આ બાબતે તેમના પ્રશ્નોના નિરાકરણ ન આવતા 24 નવેમ્બરના રોજ તેઓ સુત્રાપાડા તાલુકાના વાવડી ગામેથી બપોરના સમયે સાઈકલ પર ન્યાય યાત્રાએ નીકળ્યા હતા. પોતાના ગામથી સોમનાથ દાદા સમક્ષ શિશ ઝુકાવી ત્યાંથી ભાલકા કૃષ્ણ ભગવાનના દર્શન કરીને 1400 કિલોમીટર સાઇકલ ચલાવી અને દિલ્હી સુધી વડાપ્રધાનને રજૂઆત કરવા નીકળ્યાં છે.
આ અંગે અરસીભાઈએ જણાવ્યું હતું કે, મેં 2002થી મારી માગણીની લડત આપી રહ્યો છું. મારી જમીનમાં કૌભાંડ રચી પડાવી લેવામાં આવી છે. 18 વર્ષથી મામલતદાર, કલેક્ટર સહિત ગાંધીનગર સુધી વારંવાર રજુઆતો કરી ચૂક્યો છું. પરંતુ હજુ સુધી ન્યાય મળ્યો નથી. ત્યારબાદ થોડા સમય પહેલા સોમનાથથી ગાંધીનગર સુધી સાઈકલ યાત્રા કરી હતી. ત્યારે મુખ્યમંત્રી તરફથી આશ્વાસન મળ્યું પણ હજુ સુધી મારા પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી. આથી 24 નવેમ્બરના રોજ મારી ખેતીની જમીનના પ્રશ્નોના નિરાકરણ બાબતે વડાપ્રધાનને દિલ્હી ખાતે સાઈકલ યાત્રા દ્વારા રજૂઆત કરવા નીકળ્યો છું.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

