65 વર્ષના ‘દાદા’ સાઈકલ ઉપર ગીર સોમનાથથી ગાંધીનગર જવા નીકળ્યા, કારણ જાણીને તમે ચોંકી જશો

સામન્ય રીતે કોઈને પણ અન્યાય થાય ત્યારે ન્યાયતંત્ર અથવા જવાબદાર તંત્ર સામે ન્યાયની માંગણી (Demand for justice) કરવામાં આવે છે. જોકે, વરસો વીતી જાય તો પણ ન્યાય ન મળે તો ન્યાય માટે કંઈક અલગ રસ્તો અપનાવતા હોય છે. આવા જ એક ન્યાયથી વંચિત એવા વૃદ્ધ દાદાએ (Oldage man) પણ અનોખો રસ્તો અપનાવ્યો છે.

65 વર્ષીય વૃદ્ધ ખેડૂત પોતાની માંગણીઓ એટલે કે બોગસ રીતે જમીન પડાવી લેવાના કૌભાંડ બાબતે પોતાને ન્યાય મળે માટે ગીર સોમનાથથી ગાંધીનગર સુધી જવા માટે સાઈકલ લઈને નીકળી પડ્યા છે. જોકે, તેઓ કાલે રવિવારે સાઈકલ (Cycle) લઈને લીંબડી (limbadi) પહોંચતા લીંબડીના ખેડૂતોએ આંટી પહેરાવીને આ 65 વર્ષિય વૃધ્ધનુ સન્માન કર્યું હતું.

ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના વાવડી ગામના વૃદ્ધ ખેડૂત અરસીભાઈ હમીરભાઇ રામ પોતાની સાથે થયેલા અન્યાય સામે ન્યાય મળે એ માટે છેલ્લા ત્રણ દિવસથી પોતાના વતનથી આ વૃદ્ધ સાઈકલ લઈને ગુજરાતના મુખ્યમંત્રી (Gujarat CM) વિજયભાઈ રૂપાણી (Vijay rupani) પાસે પોતાના ન્યાયની માંગણી માટે જઈ રહ્યા હતા.

ગતરોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે પહોંચતા લીંબડી તાલુકાના ખેડૂત બાબુભાઈ સોલંકી અને હરિભાઈ જાદવ તેમજ અન્ય ખેડૂતોએ સુતરની આંટી પહેરાવીને આ બાહોસ ખેડૂત સન્માન કર્યું હતું. જોડેજોએ ખેડૂતોએ મુખ્યમંત્રી પાસે આવા લાચાર અને વૃદ્ધ તેમજ અન્ય પણ ખેડૂતો હોય તેવાને પોતાનો ન્યાય મળે તેવી માંગણી કરી હતી.

અરસીભાઈ રામે જણાવ્યું હતું કે હું 2000ની સાલથી મારી માગણીઓની લડત આપી રહ્યો છું ત્યારે હાલ 20 વર્ષ પસાર થયા છે છતાં મને તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનો ન્યાય આપવામાં આવ્યો નથી.

હું મારા ન્યાયની માંગણી માટે સાઈકલ પ્રવાસ કરી ગાંધીનગર માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પાસે ન્યાય માંગીશ આવા ધ્યેય સાથે વૃદ્ધ ગીર સોમનાથથી ગાંધીનગર સાઈકલ પ્રવાસે નિકળ્યો છું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો