વડોદરામાં મૃતદેહ પરથી દાગીનાની ચોરી: દર્દીનું 600 ગ્રામ ચાંદીનું કડુ ગાયબ, પુત્રએ કહ્યું : ‘જેટલા રૂપિયા જોઇએ તેટલા લઇ લો, પણ પિતાની અંતિમ નિશાની પાછી આપો’

વડોદરા શહેરના સમરસ હોસ્ટેલ સ્થિત કોવિડ કેર સેન્ટર ખાતે કોરોનાના દર્દીના મોત બાદ હાથમાં પહેરેલુ ચાંદીનું 600 ગ્રામનું કડુ ગાયબ હોવાથી પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. મૃતક દર્દીના પુત્રએ જણાવ્યું હતું કે, મારી પાસેથી જેટલા રૂપિયા લેવા હોય તેટલા લઇ લો, પણ મારા પિતાની અંતિમ નિશાની મને પાછી આપો.

સમરસ હોસ્ટેલના કોવિડ સેન્ટરમાં ચોરી થઇ

જેમ જેમ કોરોના વાઇરસ ઝડપથી ગતિ પકડી રહ્યો છે, તેમ તેમ પરિસ્થિતિ વિકટ બનતી જાય છે, સમગ્ર દેશ આજે કોરોનાં સામે જંગ લડી રહ્યું છે. લોકો પોતાના સ્વજનો પણ ગુમાવી રહ્યા છે, ક્યાંક લોકોને દાખલ થવા માટે હોસ્પિટલ નથી મળતી, તો ક્યાંક લોકો કોરોનાં સામે ઘરમાં જ દમ તોડી દે છે, ત્યારે આજે વડોદરામાં આવેલી સરકાર માન્ય સમરસ કોવિડ સેન્ટરમાં ચોરીનો બનાવ બન્યો હતો.

કોરોનાના દર્દીના મોત બાદ હાથમાં પહેરેલુ ચાંદીનું 600 ગ્રામનું કડુ ગાયબ હોવાથી પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો

વડોદરા શહેરના 50 વર્ષીય રાહુલ રવિશંકર દુબે 3 દિવસ પહેલા રિપોર્ટ પોઝિટિવ આવતા સમરસ ખાતે દાખલ થયા હતા. આજે સવારે અચાનક હોસ્પિટલમાંથી પરિવારને કોલ આવ્યો હતો કે, તેમનું મૃત્યુ થઇ ગયું છે. મૃતદેહ લઈ જાઓ, ત્યારે પરિવારજનો ત્યાં પહોંચતા રાહુલ દુબેના હાથમાંથી ચાંદીનું 600 ગ્રામનું કડું ગાયબ હોવાથી પરિવારના સભ્યોએ હોસ્પિટલ પર ગંભીર આક્ષેપો કર્યાં હતા. પરિવાર પાસે પુરાવામાં વીડિયો અને ફોટા છે, જેમાં હાથમાં કડું દેખાય છે. અંતે પરિવાર દ્વારા 100 નંબર પર જાણ કરી પોલીસ બોલાવીને ફરિયાદ નોંધાવીને સ્ટાફ પર કડક પગલાં લે તેવી માંગ કરી હતી..

મૃતકના હાથમાં વાગેલાનું નિશાન હતું

મૃતકના પરિવારજન રાજ દુબેએ જણાવ્યું હતું કે, સવારે 4 વાગ્યે મારા ફુવાનું મૃત્યુ થયું હતું, જેથી હોસ્પિટલમાંથી જાણ કરવામાં આવતા અમે પહોંચી ગયા હતા. જોકે 600 ગ્રામનું કડુ તેમના હાથમાંથી ગાયબ છે અને તેમના હાથમાં વાગેલુ છે. આ અંગે અમે ડોક્ટરને જાણ કરી છે અમે પોલીસને જાણ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો