મોરબીનાં 60 વર્ષિય નિર્મલાબેન જિલ્લા કક્ષાની તરણ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવીને આજના યુવાનો માટે પ્રેરણારૂપ બન્યાં

‘કદમ જેના અસ્થિર તેને રસ્તો નથી જડતો ને અડગ મનના માનવીને હિમાલય નથી નડતો’ મોરબી જીલ્લાના વૃદ્ધા આજના યુવાનો માટે તેમજ વયોવૃદ્ધ માટે એક પ્રેરણા બન્યા છે. કારણકે 60 વર્ષની ઉંમરનાં વૃદ્ધાએ તરણ સ્પર્ધામાં એક બે નહિ પરંતુ ત્રણ કેટેગરીમાં પ્રથમ ક્રમ મેળવીને અનોખો રેકોર્ડ બનાવ્યો છે.

નિર્મલાબેને ત્રણ કેટેગરીમાં પ્રથમ ક્રમ મેળવીને અનોખો રેકોર્ડ બનાવ્યો

વાંકાનેરના લુણસર ગામના રહેવાસી નિર્મલાબેન માનસેતા હાલ 60 વર્ષની વયે પહોંચ્યા છે જેઓએ જીલ્લા કક્ષાની તરણ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો આટલી વયે ખાલી સ્પર્ધામાં ભાગ લેવાનું મન બનાવવું તે જ મોટો વિક્રમ બની રહે છે જોકે આ વૃદ્ધા માત્ર ભાગ લઈને સંતોષ માનવાને બદલે જીતવા માટે પણ મનોબળ મજબુત રાખ્યું હતું અને આ વયે તેઓએ સ્પર્ધામાં ભાગ લઈને પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે અને માત્ર એક જ સ્પર્ધા નહિ પરંતુ તરણ સ્પર્ધામાં ૫૦ મીટર ફ્રી, ૫૦ મીટર બેક અને ૧૦૦ મીટર ફ્રી સ્ટાઈલ એમ ત્રણ કેટેગરીમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે અને હવે તેઓ રાજ્યકક્ષાએ મોરબી જીલ્લાનું પ્રતિનિધિત્વ કરીને મોરબીને ગૌરવ અપાવશે.

નિર્મલાબેને પ્રથમ ક્રમે વિજેતા બનીને ડંકો વગાડ્યો

જીલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા નિર્મલાબેન માનસેતાએ પ્રથમ વખત સ્પર્ધામાં ભાગ નથી લીધો પરંતુ તેઓએ અગાઉ વર્ષ 2014 થી સ્પર્ધામાં ભાગ લઇ રહ્યા છે અને વર્ષ 2015, 2017 અને 2018 માં 100મીટર ફ્રી કેટેગરીની સ્વિમિંગ સ્પર્ધામાં તેઓ ત્રીજા સ્થાને વિજેતા રહ્યા છે જોકે આ તેઓને તેનાથી સંતોષ ન હતો અને પ્રથમ ક્રમે વિજેતા બનવા વધુ મહેનત કરી હતી અને આખરે આ વર્ષે નિર્મલાબેન તમામ તરવૈયાઓને પાછળ છોડી પ્રથમ ક્રમે વિજેતા બનીને ડંકો વગાડ્યો છે ત્યારે મોરબી જીલ્લાનું પણ ગૌરવ વધાર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો