રંગીલા રાજકોટમાં સનસનીખેજ કિસ્સો આવ્યો સામે: 60 વર્ષનાં પ્રેમીએ 50 વર્ષની પ્રેમિકાનાં પતિની હત્યા કરીને લાશને જંગલમાં ફેંકી

કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. પણ પરિણીત પ્રેમિકા સાથેના પ્રેમનો અંજામ કરૂણ હોય છે. રંગીલા રાજકોટમાં આવો જ એક સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. જેમાં 50 વર્ષની પ્રેમિકા સાથે રહેવા માટે પ્રેમિકાના પતિની હત્યા કરી દીધી હતી. તો 50 વર્ષની પ્રેમિકાના પુત્રોનાં લગ્ન અને સગાઈ થઈ ગયા હોવા છતાં પણ તે પ્રેમીનાં આ પ્લાનમાં સામેલ થઈ હતી. પ્રેમીએ પતિની હત્યા કરી લાશને જૂનાગઢનાં જંગલમાં ફેંકી દીધી હતી. જો કે પોલીસે મર્ડર મિસ્ટ્રી સોલ્વ કરીને આરોપી પ્રેમી અને પ્રેમિકાની ધરપકડ કરી હતી.

રાજકોટનો મનોજભાઇ સિમેજિયા અને વર્ષાબેન સિમેજિયા બન્ને પોતાના સંસારમાં સુખથી રહેતા હતા. મનોજભાઈ રીક્ષા ચલાવી તેમનું ગુજરાન ચલાવતા હતા. પણ મનોજભાઈને દારૂ પીવાની ટેવ હતી તો વર્ષાબેનને જુગાર રમવાની આદત હતી. તેથી બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા. જુગાર રમતાં-રમતાં વર્ષાબેન હિંમત મહેતાના પરિચયમાં આવી હતી. અને બાદમાં આ પરિચય પ્રેમમાં પાંગર્યો હતો. બન્ને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.

પરંતુ પ્રેમમાં અંધ બનેલાં આ પ્રેમીઓને તેમના સંતાનો જેમના લગ્ન અને સગાઈ થઈ ગયા છે તેનો પણ ખ્યાલ ન રહ્યો. રાજકોટથી વર્ષાબેન તેમનાં પ્રેમીને મળવા ધારી જતાં હતા. તો હિંમત મહેતા તેની પ્રેમિકાને મળવા રાજકોટ આવતો હતો. બન્ને વચ્ચે પ્રેમનાં અંકુરો ફૂટી રહ્યા હતા. ત્યારે ઉંમરની પણ કોઈ મર્યાદા ન રહી. 60 વર્ષના હિંમત મહેતાને 50 વર્ષની વર્ષાબેન સાથે આંખો મળતાં બંનેએ એકમેકના થવાનો નિર્ણય કર્યો હતો. વર્ષાબેને હિંમત મહેતા સાથે મળી પોતાના પતિને મારી નાખવાનું કાવતરું ઘડ્યું હતું.

પ્રથમ હિંમત મહેતાએ મૃતક મનોજભાઈને ફરવાનું કહી ચોટીલા લઈ ગયો. ત્યાં તેના નામથી રૂમ બુક કરાવ્યો. પરંતુ ત્યાં ભારે ભીડ હોવાથી ત્યાં મારવાનો પ્લાન કેન્સલ કર્યો હતો. પછી તેને મોટરસાયકલ ઉપર જૂનાગઢ ભવનાથમાં લાવ્યો ત્યાં પણ તેનો પ્લાન નિષ્ફળ ગયો. પછી ગત તા. 7ના રોજ સાસણ ફરવા જવાનું કહી મેંદરડા પાસે કઠાલાનેસના જંગલ વિસ્તારમાં માથાંમાં પથ્થર મારી તેની હત્યા નિપજાવી હત્યારો હિંમત મહેતા ફરાર થઈ ગયો હતો. પરંતુ વેષાબેનને ડર લાગ્યો કે ઘરના મનોજભાઈ વિશે પૂછશે તો શું કહેશે તેવું લાગતા મેંદરડા પોલીસ સ્ટેશનમાં મનોજભાઈ ગુમ થયા હોવાની જાણ કરી હતી. પોલીસે પ્રથમ શોધખોળ શરૂ કરી. પરંતુ કંઈ ખોટું બોલતાં હોવાની શંકા જતાં બંને આરોપીની આકરી પૂછપરછ કરી હતી. જેમાં બંને પ્રેમી પંખીડાઓએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો