સુરેન્દ્રનગરની ક્રૂર માતાએ ધાવણ લજાવ્યું: 6 વર્ષની દીકરીને ગુપ્તાંગમાં સાણસી વડે માર માર્યો, બાળકી હોસ્પિટલના બિછાને પહોંચી

કહેવત છે કે મા તે મા બીજા બધા વગડાના વા. મા જેટલો પ્રેમ આ દુનિયામાં ભાગ્યે જ અન્ય કોઈ વ્યક્તિ કરી શકે. અને મા હંમેશા પોતાના સંતાન પ્રત્યે દયાળુ જ હોય. પણ આજે સુરેન્દ્રનગરમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે માની મમતાને લાંછન લગાવ્યું છે. થાનગઢમાં એક માતાએ પોતાની દીકરી સાથે એવો ક્રૂર અત્યાચાર આચર્યો કે આજે 6 વર્ષની બાળકી હોસ્પિટલના બિછાને આવી પડી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સુરેન્દ્રનગરના થાનગઢની આ ઘટના છે. અહીં માતાએ પોતાની 6 વર્ષની માસૂમ દીકરીને સાણસી વડે માર મારતી હતી. તેના શરીર પર જ નહીં પણ બાળકીને ગુપ્તાંગના ભાગે પણ સાણસી વડે માર મારવામાં આવતો હતો. એટલું જ નહીં, બાળકીને માતા દ્વારા ડામ પણ આપવામાં આવતો હતો. રમવાની ઉંમરે માતા 6 વર્ષની બાળકી પાસે ઘરકામ પણ કરાવતી હતી.

ક્રૂર માતા દ્વારા બાળકી પર એક બાદ એક અત્યાચાર આચરવામાં આવતો હતો. માર, ઘરકામ બાદ પણ બાળકીને પૂરતું ખાવાનું પણ અપાતું ન હતું. બાળકીને જમવામાં ફક્ત રોટલાં સાથે પાણી આપવામાં આવતું હતું. અને અંતે માતાના આટલાં ક્રૂર અત્યાચાર બાદ 6 વર્ષની બાળકી કેટલું સહન કરે. આખરે તેની તબિયત લથડી. તબિયત લથડતાં જ બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જો કે બાળકીની હાલત ગંભીર જણાતાં તેને થાનગઢથી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી છે.

એવું જાણવા મળી રહ્યું છે બાળકીના પિતાનું અગાઉ મોત થયું છે. અને બાળકી ઉપર આ ત્રાસ માતા જ નહીં પણ માસી દ્વારા પણ ત્રાસ ગુજારવામાં આવતો હતો. જો કે આ ઘટના સામે આવતાં જ સૌ કોઈ અવાક રહી ગયા છે. એક માતા કેવી રીતે પોતાની બાળકી પર આટલો ક્રૂર અત્યાચાર કરી શકે તે લોકોને માનવામાં આવી રહ્યું નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો