મુન્દ્રાના માત્ર છ વર્ષના અર્થવનો 190નો આઇક્યુ રેટ, કોઇપણ વિષય પર પૂછાયેલા પ્રશ્નનો તરત જવાબ આપે છે

સામાન્ય પણે છ વર્ષની નાની ઉંમરમાં બાળક પેલા ધોરણમાં અભ્યાસ કરતુ હોય છે, ત્યારે મુન્દ્રા મધ્યે આ ઉંમરે એક બાળકની બુદ્ધી નવમાં ધોરણમાં અભ્યાસ કરતા છાત્ર જેવી છે ! યુપીના અર્થવ મિશ્રાએ સમગ્ર રાજ્યને ચોંકાવી દીધા છે. નાની ઉંમરે વિશેષ વિચક્ષણ બુદ્ધિ ધરાવતા બાળકોમાં 140ના આઈક્યૂ રેટ સાથે હરિયાણાનો કૌટિલ્ય પંડિત પુરા દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો. જયારે અમદાવાદની મેન્ટલ હેલ્થ હોસ્પિટલના તબીબોએ 190ના આઈક્યૂ રેટ સાથે અર્થવ જયપ્રકાશ મિશ્રાને મેઘાવી બુદ્ધિવાળું બાળક જાહેર કરતાં તેની પ્રતિભા પ્રત્યક્ષ નિહાળનારા સૌ કોઈ મોં માં આંગળા નાખી ગયા છે.

મુન્દ્રાની ખાનગી એકમમાં ફરજ બજાવતા જયપ્રકાશ મિશ્રા અને માતા અભિશિખાનું સંતાન અર્થવ શાળામાં અભ્યાસ કરતા હમઉમ્ર બાળકોમાં તદ્દન નોખું તરી આવે છે. તે સમગ્ર વિશ્વને ગુરુત્વાકર્ષણની સમજ આપનાર ન્યુટન અને મિસાઈલ મેન તથા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામને પોતાના રોલ મોડેલ ગણે છે. બધાજ વિષયો પર પ્રભુત્વ ધરાવનાર અર્થવ આર્ટિફિશિયલ ઓઝોન લેયર બનાવી ગ્લોબલ વોર્મિંગ પર રોક લગાવાની મનસા વ્યક્ત કરી જેનાથી પૃથ્વીનું ઉષ્ણતામાન ઓછું થવા બાબત પર વૈજ્ઞાનીક ઢબે પ્રકાશ ફેંકી પોતાની પ્રતિભા પુરવાર કરે છે.

ઉપરાંત દરેક દેશોની ખાસીયત, મહત્વના સ્થળો, કેમેસ્ટ્રીમાં પણ પીરોડીટેબલનું કંઠસ્થ માળખું, ગણિતના મુહાવરાઓ, પાયથાગોરસના સિદ્ધાંતો સમેતના સામાન્ય જ્ઞાને અર્થવને અન્ય બાળકો કરતાં ઊંચી પાયરી પર પ્રસ્થાપિત કર્યો છે. આમ આ બાળકે વિષય નિષ્ણાતોને પણ આશ્ચર્યમાં મુકી દીધા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો