છ વર્ષના બાળકે કહ્યું, મારે પણ શહીદપરિવારને મદદ કરવી છે, ડબ્બો તોડી રૂપિયા 8100 આપ્યા 

સુરત: શહેરમાં વસતાં રાજસ્થાન સુથાર સમાજના છ વર્ષના બાળકે પાપાને કહ્યું કે, મારે પણ મારો ડબ્બો શહીદોના દાન માટે આપવો છે. ગોવિંદ નામના આ છ વર્ષના બાળકે ડબ્બામાં ભેગા કરેલા 8100 રૂપિયા દાનમાં આપી દીધા છે. તેની સાથે રાજસ્થાન સુથાર સમાજે બીજા 9 લાખ રૂપિયા એકત્ર કરી રાજસ્થાનના શહીદ પરિવારોને આપવા ગયા છે. પુલવામામાં અને ત્યારબાદના એન્કાઉન્ટરમાં રાજસ્થાનના છ સૈનિકો શહીદ થયા છે. આ શહીદ થયેલા પરિવારો માટે દાનની સરવાણીઓ વહી રહી છે. તેમાં હાલમાં રાજસ્થાનના છ શહીદો માટે સુરતના રાજસ્થાન સુથાર સમાજે દાન એકત્ર કર્યું હતું.

આ દરમિયાન રોજ અખબારમાં શહીદો માટે દાનના સમાચાર વાંચીને છ વર્ષના માસૂમ ગોવિંદે પણ પિતા લિંબારામને કહ્યું કે, પપ્પા મારે પણ શહીદો માટે મારા ડબ્બાના પૈસા આપવા છે. આ અંગે પિતા લિંબારામ સુથારે કહ્યું કે, ગોવિંદ સિનિયર કેજીમાં અભ્યાસ કરે છે. રોજ રોજ છાપામાં અને ઘરમાં શહીદોની વાત સાંભળી તેને પણ પ્રેરણા થઈ. એના કહેવાથી અમે એનો ડબ્બો તોડ્યો તો ડબ્બામાંથી 8100 રૂપિયા નીકળ્યા હતા.

રાજસ્થાન સુથાર સમાજની છ શહીદ પરિવારોને 9 લાખની સહાય..

તેની સાથે સમાજના અગ્રણીઓ મેહરરામ અને પ્રમોદ સુથાર સાથે શહીદો માટે 9 લાખ રૂપિયા જેટલી રક્મ પણ એકત્ર કરી છે. તેમાં વડોદરાના એક દાનવીરે પણ મદદ કરી છે. આ 9 લાખ રૂપિયાની રકમ અમે છ શહીદ પરિવારના સ્વજનોના હાથમાં મુકશું. તેની સાથે મારા દીકરાના 8100 રૂપિયા પણ આપી દેશું. આ માટે અમારી દસ સભ્યોની ટીમ બસમાં નીકળી છે.

છ વર્ષના બાળકનો દેશપ્રેમ તો જુઓ.. શહીદોના પરિવારની મદદ માટે પોતાની બચતનો ડબ્બો તોડી રૂપિયા 8100 આપ્યા.. આવા ઉમદા કાર્યને લાઈક અને શેર કરીને વધાવજો મિત્રો

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, ખેતીને લગતી માહિતી વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો