નેશનલ હાઇવે અસલામત! વટામણ ચોકડી પાસે ટ્રક ડ્રાઇવરોને માર મારી રોકડ, મોબાઇલની લૂંટ કરીને લુખ્ખાઓ ફરાર થતા હાહાકાર, ટ્રક ડ્રાઇવરોનો વીડિયો વાયરલ

રાજ્યમાં લૉકડાઉન હળવું થતાની સાથે જ હાઇવે પર ચહેલ પહેલ વધી છે. જોકે, આ તકનો લાભ લઈને લૂંટારૂઓ પણ સક્રિય થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગત રાત્રિના ધમધમતા તારાપુર- વટામણ હાઇવે પર વટામણ ચોકડી પાસે ટ્રકના ડ્રાઇવરોને લૂંટવામાં આવ્યા છે. અજાણ્યા શખ્સોએ ટ્રક ડ્રાઇવરોને ઢોર માર મારી અને તેમની પાસે હતી એટલી રોકડ રકમ અને મોબાઇલ ફોનની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

એક વાયરલ વીડિયોના માધ્યમથી ખૂલ્લી પડેલી ઘટનાની વિગત એવી છે કે ગત રાત્રિ દરમિયાન રાજ્યના વાસદ-બગોદરા નેશનલ હાઇવે પર ટ્રક ડ્રાઇવર કુદરતી હાજતે જવા ઉભો રહ્યો હતો. દરમિયાન તેને અજાણ્યા શખ્સોએ ઢસડી જઈને તેનું ટીશર્ટ ફાડી નાખ્યુ હતું અને ઢોર માર માર્યો હતો. તેની પાસેથી 3000 રૂપિયા રોકડની લૂંટ ચલાવી હતી. દરમિયાન તેને મારીને છોડી મૂકતા તે બહાર આવ્યો હતો અને તપાસ કરતા તેને અન્ય ડ્રાઇવરો મળ્યા હતા.

જુદી જુદી ઘટનામાં 6 ડ્રાઇવરોને આ ગેંગે લૂંટ્યા હતા. જેમાં કોઈના 20 તો કોઈના 30 હજાર રોકડા અને મોબાઇલની લૂંટ ચલાવાઈ હતી. 6 ટ્રક ડ્રાઇવરોને લૂંટી અને તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો. એક ડ્રાઇવરે ગળામાં સોનાનો દાગીનો પહેર્યો હતો તે પણ લૂંટી લીધો હતો.

જોકે, આ મામલે રાજ્યના ડીજીપી દ્વારા તપાસના આદેશ કરવામાં આવ્યા હોવાનો અહેવાલ છે પરંતુ હાલમાં તો આ સમગ્ર ઘટના એક વાયરલ વીડિયો બનીને રહી ગઈ છે. ડ્રાઇવરોની કેફિયતના મતે વીડિયોમાંથી જાણી શકાય છે કે આ કથિત ઘટનામાં 6 ડ્રાઇવર લૂંટાયા છે અને તેમાંથી 5 ભાવનગરના અને એક ડ્રાઇવર અમરેલીનો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો