અમદાવાદમાં એક જ પરિવારમાં 8 વર્ષની બાળકી સહિત 6 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા

ગુજરાતના કોરોના હોટસ્પોટ અમદાવાદમાં આજે વધુ 42 કેસ નોંધાતા દર્દીઓની સંખ્યા હવે 400ને પાર થઈ ગઈ છે. કાલે નોંધાયેલા કેસોમાં નવરંગપુરાની નિલકંઠ સોસાયટીમાં એક જ પરિવારમાં 8 વર્ષની બાળકી સહિત 6 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. પરિવારના સભ્યોમાં ચાર મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે. એકસાથે પરિવારના 6 સભ્યોને કોરોના થતા સોસાયટી સીલ કરી દેવામાં આવી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

અમદાવાદમાં ઈમરાન ખેડાવાલા બાદ આજે AMCના પૂર્વ વિપક્ષ નેતા બદરુદ્દીન શેખ અને તેની પત્નીનોપણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.કોર્પોરેટર બદરુદ્દીન શેખે બે દિવસ પહેલા શંકાસ્પદ લક્ષણ જણાતા સામેથી ટેસ્ટ કરાવ્યો હતો જે આજે પોઝિટિવ આવ્યો હતો.તો બીજી બાજુકોરોનાના દર્દી ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના સંપર્કમાં આવેલા દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારના પણઆજે કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા.

7 વિસ્તારોમાં ફ્રૂટ વેચનારો યુવક કોરોના પોઝિટિવ

અમદાવાદનો એક ફ્રૂટની લારી લઈને ફરતા શખ્સને કોરોના વાયરસ લાગુ પડ્યાનું સામે આવ્યા બાદ ઘણાંની ચિંતામાં વધારો થયો છે. આ વ્યક્તિ શહેરના સાત વિસ્તારમાં ફર્યો હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ અમદાવાદના કાલુપુર, મણિનગર, બાપુનગર, નરોડા, નિકોલ સહિત 7 વિસ્તારમાં જે 38 વર્ષનો વ્યક્તિ ફ્રૂટની લારી લઈને ફર્યો છે તેનો કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હવે આ વ્યક્તિ કોના સંપર્કમાં આવ્યો અને કેટલી સોસાયટી પાસે તે ફ્રૂટ વેચવા માટે ગયો હતો તે અંગેની તપાસ શરુ કરવામાં આવી છે.

અમદાવાદમાં અત્યારસુધી 14 લોકોના મોત

લેટેસ્ટ આંકડા પર નજર કરીઓ તો ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાથી 26 લોકોના મોત થયા છે. જેમાં 20 લોકલ, 3 આંતરરાજ્ય અને 3 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. ગુજરાતનું સૌથી મોટું કોરોના હોટસ્પોટ અમદાવાદમાં 14 લોકોના મોત થયા છે. આમ ગુજરાતમાં કોરોનાનો 50 ટકા મૃત્યુઆંક એકલા અમદાવાદમાં નોંધાયો છે. રાજ્યના અલગ-અલગ શહેરોમાંથી કુલ 55 લોકો રિકવર થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અમદાવાદ અને વડોદરા બાદ હવે સુરત અને ભાવનગરમાં પોઝિટિવ કેસોની વધતી સંખ્યા ચિંતાજનક છે.

નવરંગપુરામાં આવેલી નિલકંઠ સોસાયટીમાં રહેતા એક જ પરિવારમાં 8 વર્ષની બાળકી સહિત 6 લોકોને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદમાં કાલે જે કેસ નોંધાયા છે તેમાં પુરુષો કરતા મહિલાઓની સંખ્યા વધુ છે. કાલના 31 નવા કેસોમાં 13 પુરુષ અને 18 મહિલાઓનો સમાવેશ થાય છે.

અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ 404 દર્દીઓ નોંધાયા છે. શહેરમાં જે પણ નવા કેસ સામે આવી રહ્યા છે તે જે વિસ્તારોની હોટસ્પોટ્સ તરીકે ઓળખ કરાઈ છે ત્યાંથી જ આવી રહ્યા છે. જ્યારે વડોદરામાં પણ દર્દીઓનો આંકડો 107 પર પહોંચી ગયો છે. ત્યારબાદ 48 કેસ સાથે સુરત ત્રીજા અને 24 કેસ સાથે ભાવનગર ચોથા નંબરે છે. રાજ્યના 33 જિલ્લામાંથી કુલ 20 જિલ્લામાં કોરોનાના કન્ફર્મ કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં અત્યારસુધીના કુલ 695 પોઝિટિવ દર્દી નોંધાયા છે. જેમાં હાલ 9 દર્દી વેન્ટિલેટર પર છે, અને 527 સ્ટેબલ છે. જ્યારે, 55ને રજા આપી દેવાઈ છે અને 26 દર્દીઓના મોત નીપજ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો