સમીના ગુજરવાડા ગામમાં એકસાથે છ મૃતકોની નનામી નીકળતાં ગામ હિબકે ચઢ્યું, શોષકૂવા દુર્ઘટનામાં થયા હતા મોત

સમી તાલુકાના ગુજરવાડા ગામે મંગળવારે સાંજે 5:00 વાગે શોષકૂવામાં પડી જતા એકબીજાને બચાવવા જતા કુલ પાંચ વ્યક્તિઓના મોત થયા હતા તેમજ તેના આઘાતમાં અન્ય એક વ્યક્તિનું પણ મોત થયું હતું જેને લઇ ભારે ગમગીની ફરી વળી હતી. તમામ મૃતકોની ગામના સ્મશાનભૂમિમાં અંત્યેષ્ઠી કરાઇ હતી.

ગામની સ્મશાનભૂમિમાં અંત્યેષ્ઠી કરાઇ

મંગળવારે રાત્રે તમામ છ મૃતકોનું પોસ્ટમોર્ટમ સમી સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું. ગુરૂવારના રોજ સવારે 7:00 કલાકે છ મૃતકોની એક સાથે જ નનામીઓ નીકળતા સમગ્ર ગામ હીબકે ચડયું હતું. પંથકના આજુબાજુના ગામોના નાડોદા રાજપૂત સમાજ તથા અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં સ્મશાનયાત્રામાં જોડાયા હતા. તમામ મૃતકોના ગામના સ્મશાનભૂમિમાં અંત્યેષ્ઠી કરાઇ હતી. સમગ્ર પંથકમાં ગોઝારી ઘટનાની જાણ થતા મૃતકોની સ્મશાનયાત્રામાં હજારો સગા સંબંધીઓ અને ગ્રામજનો જોડાયા હતા. બે કિલોમીટર જેટલી લોકોની લાઈન સ્મશાનયાત્રામાં જોવા મળી હતી.

કમનસીબ મૃતક

  • 1.રતા જલાભાઇ ચેલાભાઇ નાડોદા
  • 2.મંજુલાબેન રતાભાઇ નાડોદા (42),
  • 3.જલાભાઇ દેવાભાઇ નાડોદા (50),
  • 4.અજાભાઇ ગગજીભાઇ નાડોદા (60),
  • 5.રાજાભાઇ પચાણભાઇ નાડોદા (45),
  • 6.આઘાતથી મોતને ભેટેલા ડહીબેન અમરતભાઇ જોષી

ગામમાં કોઈ ઘેર ચૂલો ના સળગ્યો

ગુજરવાડા ગામે સાંજે 5:00 વાગે ઘટના બની ત્યારથી ગામના કોઈપણ વ્યક્તિના ઘેર ચુલો સળગાવવામાં આવ્યો ન હતો સમગ્ર ગામમાં ગમગીની છવાઇ ગઇ હતી.

સ્મશાનમાં હૈયાફાટ રૂદનથી ગમગીની

સવારે સમશાન યાત્રા નીકળતા ગામમાં હૈયાફાટ રૂદન ના દ્રશ્યો જોવા મળ્યા હતા જેમાં 16 જેટલા વ્યક્તિઓ ગભરામણ બીપી તથા છાતી માં દુખાવો તથા અન્ય તકલીફો થતા આરોગ્ય તંત્ર દ્વારા અગાઉથી જ હાજર 5 કર્મચારીઓ દ્વારા 16 વ્યક્તિઓને ગભરામણ તેમજ દુખાવો થતા સારવાર આપવામાં આવી હતી.

(તસવીર: મૌલિક દવે, પાટણ)

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો