ડો.ક્રતિ 6 માસની દીકરી સાસુને સોંપીને સિવિલમાં સેવા કરે છે, 3 મહિનાથી વ્હાલસોયીને નથી મળ્યો માતાનો વ્હાલ

અમદાવાદમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. શહેરમાં આ મહામારીને નાથવા માટે મેડિકલ સ્ટાફ રાત-દિવસ પોતાની ફરજ નિભાવી રહ્યો છે. કોરોનાના દર્દીઓની સારવાર માટે સ્ટાફને પોતાના પરિવારથી પણ દૂર રહેવું પડે છે. અમદાવાદ સિવિલમાં ઉભી કરવામાં આવેલી કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો. ક્રતિ સિંઘલ પણ પોતાની 6 મહિનાની દીકરીથી દૂર છે. 3 મહિનાથી વીડિયો કોલિંગ દ્વારા દીકરીનું મોઢું નિહાળે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

દર્દી નાજુક હાલતમાં હોય છે, એટલે તેમનું ધ્યાન રાખવું પડે

ડો. ક્રતિ સિંઘલે નવેમ્બર મહિનામાં બાળકીને જન્મ આપ્યો હતો. બાળકીનો જન્મ થયાના એક મહિનામાં જ તેઓ પુનઃ ફરજ પર હાજર થઇ ગયા હતા. માર્ચ મહિનામાં ટર્મ પૂર્ણ થવાની હતી પરંતુ કોરોનાના કારણે પરીક્ષા યોજાઇ શકી નથી. ડૉ. ક્રતિએ જણાવ્યું છેકે ‘હું અત્યારે સમાજ અને રાષ્ટ્રની સેવા કરી રહી છું, જેનો મને ખૂબ આનંદ છે, પરંતુ હું માતા તરીકે મારી ફરજ નિભાવવા માટે અસક્ષમ છું. મારી સાસુની ઉંમર પણ વધુ છે, જે મારી દીકરીની સાર-સંભાળ રાખી રહ્યાં છે. મારી દીકરીની અને પરિવારની ખૂબ જ યાદ આવે છે, પરંતુ દર્દઓની સારવાર બહુ જરૂરી છે. દર્દી નાજુક હાલતમાં હોય છે, એટલે તેમનું ધ્યાન રાખવું પડે, કારણકે દર્દીઓના સગાને કોરોના વોર્ડમાં ચેપ ન લાગી જાય તે માટે પ્રવેશ આપવામાં આવતો નથી.

પરિવાર સાથે મને રહેવા નથી મળતું તે વાતનો અફસોસ

પોતાના પતિ અને દીકરીનું મોઢું વીડિયો કોલિંગ દ્વારા નિહાળીને તેઓ પરિવારની સાથે-સાથે નોકરીને પણ ન્યાય આપી રહ્યા છે. કર્તવ્યભાવનાનું ઉત્તમ ઉદાહરણ ડૉ. ક્રતિ સિંઘલએ પુરૂં પાડ્યું છે તેઓ સાચા અર્થમાં કોરોના વોરિયર્સ છે. ડો. ક્રતિએ ઉમેર્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં અમને ખૂબ જ સારી રીતે રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મારા પરિવાર સાથે મને રહેવા નથી મળતું તે વાતનો અફસોસ છે, પરંતુ હોસ્પિટલ એ મારો બીજો પરિવાર છે, કામના સમય પછી અમે બધા આનંદથી રહીએ છીએ. ડૉ. ક્રતિને એ વાતનું ગૌરવ પણ છે કે એમની દીકરીને જ્યારે સમજ આવશે ત્યારે ચોક્કસ કહેશે કે મારી મમ્મી પણ કોરોના વોરિયર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો