દેશની 6 ફાર્મા કંપનીઓ કોરોનાની રસી તૈયાર કરવા પર પૂરજોરથી કામ કરી રહી છે અને ઓછામાં ઓછી 3 રસી માનવ પરીક્ષણના તબક્કામાં પહોંચી ચૂકી છે…

કોરોના સામેની લડાઈમાં ભારતીય ફાર્મા કંપનીઓ મહત્વપૂર્ણ રોલ નિભાવી રહી છે. આપણા દેશની 6 ફાર્મા કંપનીઓ કોરોનાની રસી તૈયાર કરવા પર પૂરજોરથી કામ કરી રહી છે. આ કંપનીઓ લગભગ 70 પ્રકારની રસીઓનું પરીક્ષણ કરી રહી છે અને ઓછામાં ઓછી 3 રસી માનવ પરીક્ષણના તબક્કામાં પહોંચી ચૂકી છે, પરંતુ નોવેલ કોરોના વાયરસની રસી મોટા પ્રમાણમાં ઉપયોગ માટે 2021 પહેલા તૈયાર થવાની શક્યતા નથી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

આ કંપનીઓ છે ઝાઈડસ કેડિલા, સીરમ ઈન્સ્ટિટ્યૂટ, બાયોલોજિકલ ઈ, ભારત બાયોટેક, ઈન્ડિયન ઈમ્યુનોલોજિકલ અને મિનવેક્સ. કેડિલા બે વેક્સીન પર કામ કરી રહી છે. સમગ્ર વિશ્વમાં કોરોનાના અત્યાર સુધીમાં લગભગ 21 લાખ મામલા સામે આવી ચૂક્યા છે. 1.4 લાખ લોકોના મોત પણ થઈ ચૂક્યા છે.

રસી તૈયાર કરવી એક જટિલ પ્રક્રિયા

તજજ્ઞોનું કહેવું છે કે રસી બનાવવી એક જટિલ પ્રક્રિયા છે, તેમાં પરીક્ષણના ઘણા તબક્કા અને ઘણા પડકારો છે. તેમણે કહ્યું કે, નવા કોરોના વાયરસ, સા4સ કોવ-2ની રસી તૈયાર થવામાં 10 વર્ષ નહીં લાગે, જેવું કે અન્ય રસી તૈયાર થવામાં થાય છે, પરંતુ તેની (કોરોના વાયરસની) રસીને સુરક્ષિત, પ્રભાવી અને વ્યાપક રીતે ઉપલબ્ધ જાહેર કરવામાં ઓછામાં ઓછું એક વર્ષ લાગી શકે છે.

મંજૂરીમાં પણ લાગે છે લાંબો સમય

કેરળ સ્થિત રાજીવ ગાંધી બાયોટેકનોલોજી સેન્ટર (આરજીસીબી)ના મુખ્ય વૈજ્ઞાનિક અધિકારી ઈ શ્રીકુમારે કહ્યું કે, ‘રસી તૈયાર કરવી એક લાંબી પ્રક્રિયા છે, જેમાં વર્ષો લાગે છે અને અનેક પડકારો છે.’ વૈજ્ઞાનિક તથા ઔદ્યોગિક અનુસંધાન પરિષદ (CSIR)ના હૈદરાબાદ સ્થિતિ સાયટોલોજિકલ એન્ડ મોલેક્યુલર બોયોલોજી સેન્ટરના ડિરેક્ટર રાકેશ મિશ્રાએ કહ્યું કે, ‘સામાન્ય રીતે રસી તૈયાર કરવામાં મહિનાઓ લાગે છે, કેમકે તેમાં જુદા-જુદા તબક્કામાંથી પસાર થવાનું હોય છે અને પછી મંજૂરી મળવામાં પણ સમય લાગે છે.’

ઘણા તબક્કામાં થાય છે પરીક્ષણ

તેમણે કહ્યું કે, અમને નથી લાગતું કે કોવિડ-19ની રસી આ વર્ષે આવી શકશે. રસીનું પરીક્ષણ પહેલા પ્રાણીઓ, પ્રયોગશાળાઓ અને પછી મનુષ્યો પર અલગ-અલગ તબક્કામાં થયા છે. શ્રીકુમારે કહ્યું કે, ‘માનવ પરીક્ષણના તબક્કામાં પણ ઘણા તબક્કા હોય છે.’ તેમણે કહ્યું કે, પહેલા તબક્કામાં કેટલાક લોકોને સામેલ કરવામાં આવે છે, જેમાં એ જોવામાં આવે છે કે રસી મનુષ્ય માટે સુરક્ષત છે કે નહીં.

ઓછામાં ઓછો એક વર્ષનો સમય જોઈએ

બીજા માનવ તબક્કામાં હજારો લોકો સામે હોય છે, જેમાં બીમારી સામે રસીના પ્રભાવને ચકાસવામાં આવે છે. છેલ્લા તબક્કામાં હજારો લોકોને સામે કરવામાં આવે છે થતા નિશ્ચિત સમયમાં રસીના પ્રભાવને હજુ વધુ ચકાસવામાં આવે છે, જેમાં ઘણા મહિના લાગી જાય છે. શ્રીકુમારે કહ્યું કે, ‘એટલે અમને નથી લાગતું કે ઓછામાં ઓછા એક વર્ષમાં કોઈ રસી આવી શકશે.’

(એજન્સીના ઈનપુટ સાથે)

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો