ઓડિશામાં નદીમાંથી 500 વર્ષ જૂનું ભગવાન વિષ્ણુનું મંદિર બહાર નીકળ્યું, 15મી કે 16ની સદીનું મંદિર હોવાનું પુરાતત્વ વિભાગનું અનુમાન
ઓડિશા (Odisha)ના નયાગઢ સ્થિત પદ્માવતી નદીની આસપાસ રહેતા લોકો એ સમયે આશ્ચર્યચકિત થઈ ગયા હતા જ્યારે નદીની અંદર 500 વર્ષ જૂનું ભગવાન વિષ્ણુ (Lord Vishnu)નું મંદિર અચાનક બહાર દેખાવ લાગ્યું હતું. ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફૉર આર્ટ એન્ડ કલ્ચર હેરિટેજ (INTACH)ના પુરાતત્વ વિભાગની ટીમે જણાવ્યું કે આ મંદિરને તેમણે શોધી કાઢ્યું છે. આ મંદિરની બનાવટને જોતા અંદાજ લગાવી શકાય છે કે તે 15મી અથવા 16મી સદીનું હશે. આ મંદિરમાં ગોપીનાથ (ભગવાન વિષ્ણુ)ની મૂર્તિ બિરાજમાન હતી, જેને ગામના લોકો પોતાની સાથે લઈ ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફૉર આર્ટ એન્ડ કલ્ચર હેરિટેજ (INTACH)ના પુરાતત્વ વિભાગની ટીમે જણાવ્યું કે ઓડિશામાં નયાગઢ સ્થિત બૈઘેશ્વર પાસે મહાનદીની શાખા પદ્માવતી નદીની વચ્ચે મંદિરની ટોચ સ્પષ્ટ દેખાઈ રહી છે. આર્કિયોલૉજિસ્ટ દીપક કુમાર નાયકે જણાવ્યું કે તેમની ટીમને આ અંગેની જાણકારી મળી હતી. જે જગ્યા પર પદ્માવતી નદી છે ત્યાં પહેલા ગામ હતું અને ઘણા મંદિરો આવેલા હતા. તેમણે જણાવ્યુ કે નદીમાં જે મંદિર જોવા મળ્યું છે તે આશરે 60 ફૂટ ઊંચું છે. મંદિરની બનાવટને જોઈને અંદાજ લગાવી શકાય છે કે તે 15મી અથવા 16મી સદીનું છે.
An archaeological survey team from the Indian National Trust for Art and Cultural Heritage (INTACH) has claimed that they have discovered an ancient submerged temple in the Mahanadi upstream at Cuttack in Odisha. The temple dates back to the 15th Century. Here are a few pictures. pic.twitter.com/Y2jpD6teDq
— Soumyadipta (@Soumyadipta) June 12, 2020
કહેવામાં આવી રહ્યું છે કે જે જગ્યા પર આ મંદિર મળી આવ્યું છે તે વિસ્તારને તપતાના કહે છે. અહીં એક સાથે સાત ગામ હતા. સાતેય ગામના લોકો આ મંદિરમાં ભગવાન વિષ્ણુની પૂજા કરતા હતા. આશરે 150 વર્ષ પહેલા નદીએ પોતાનું વહેણ બદલ્યું હતું અને પૂરના પાણી ગામ પર ફરી વળ્યા હતા. જે બાદમાં સાતેય ગામ નદીમાં ડૂબી ગયા હતા. દીપીક કુમારે જણાવ્યુ કે આ ઘટના 19મી સીદની આસપાસની હશે. પાણીનો પ્રવાહ જોઈને ગામના લોકોએ મંદિરમાંથી ભગવાન વિષ્ણુની મૂર્તિ હટાવી લીધી હતી અને તેને ઊંચા સ્થાન પર સ્થાપિત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

