4 વર્ષમાં પક્ષીઓને બેસવા ખેતરમાં 500 વૃક્ષો ઉછેર્યા અને ખેતરને બનાવી દીધું ‘કલરવ’ નામનું પક્ષી વન

વડોદરા. પક્ષી ત્યાં વસવાટ કરે છે જ્યાં તેમના મનગમતા વૃક્ષો હોય. સિવિલ એન્જિ. સુહાસ મજુમદારે પક્ષીઓ માટે શહેરથી 25 કીમી દુર ઉમરેટાથી 5 કીમી આવેલા મોટી સાંખ્યાડ પાસે આશરે દોઢ વીઘા જમીનમાં ‘કલરવ’ નામનું પક્ષીઓનું નાનુ વન બનાવ્યું છે. જેમા પક્ષીઓને મનગમતા 500 જેટલા ઝાડનો ઉછેર કર્યો છે. સુહાસ મજમુદારે જણાવ્યું હતું કે, યુનિ.માં અભ્યાસ કરતો ત્યારે યુનિવર્સિટીના પરિસરમાં અને મારી સોસાયટીમાં ઘણા વૃક્ષો ઉગાડ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લોકોએ કચરો થાય તેમ કહી વૃક્ષો કાઢી નાખ્યા,જેમાં અનેક પક્ષીઓનો વસવાટ હતો.તેથી પક્ષીઓ માટે જ ખાસ વન બનાવવાનું નક્કી કર્યું.બંજર જમીન છ મહિના સુધી ઝાડના સૂકા પાન, ખાતર નાંખી ફળદ્રુપ બનાવી.ત્રણ ટાયરની સીસ્ટમ પ્રમાણે 10-15 ફૂટ, 15-25 ફૂટ, 50-100 ફૂટના વૃક્ષો ઉગાડવાનું શરુ કર્યું .

નળસરોવરમાં જોવા મળતું આઇબીસ પક્ષી દેખાયું

પક્ષીઓની માળો બનાવવાની વિવિધ રીત હોય છે. સનબર્ડ દોઢ ફુટની ઉંચાઇએ માળો બનાવે છે. કલરવ વનમાં ચકલી, કાગળો, મોર, સુગરી, રોબીન, બેબલર સીસ્ટર, કાબર, ભારદ્વાજ જેવા પક્ષીઓ આવે છે. જે પૈકી ભાગ્યે દેખાતા પક્ષી, લીલો પતરંગો, કલકલીયુ, વીગટેઇલ, ટ્રીપાઇ, હુડુ, હોપી, બ્રાહ્મણી મેના, વાબલર, તેમજ રાત્રે ઘુવડ અને ચામચીડીયા મળીને 40 જેટલી પ્રજાતીઓ આવે છે.

પક્ષીઓને ચણવા માટે બાજરી, ડાંગર, ઘઉ, મકાઇ જેવા અનાજનું પણ વાવેતર કર્યું છે

ગુંદા, ફાલસા, ગોરસઆંબલી, આંબલી, રાયણ, ઉમરો, આંખડી, સેતુર અને બદામ જેવા વૃક્ષો ઉગે છે પરંતુ લોકો તેને કાપી નાખે છે. આ વૃક્ષોમાં પક્ષીઓ વસવાટ કરવાનું વધુ પસંદ કરે છે. કલરવ વનમાં આ વૃક્ષોની સાથે પીલુળો, સમળો, રામફળ, સીતાફળ, જમરૂખ,બોર,કથાંબળા,સરગવો જેવા વૃક્ષો અને પક્ષીઓને ચણવા માટે બાજરી, ડાંગર, ઘઉ અને મકાઇનું પણ વાવેતર કર્યું છે.

લાલ માથાનો પોપટ નિયમીત આવે છે

પોપટ બખોલમાં માળો બાંધવાનું પસંદ કરે છે. લાલ માથા વાળો પોપટ ભાગ્યે જ જોવા મળે છે જે કલરવ વનમાં નીયમીત આવે છે.

સીસમના ઝાડ પર એક સાથે 50 સુગરીના માળા

સાપ ચઢી ન શકે તેવા વૃક્ષો પર સુગરી માળો બાંધે છે. સીસુના ઝાડની સંખ્યા વધતા છેલ્લા ચાર વર્ષમાં પહેલીવાર 50 સુગરીઓએ એકસાથે માળા બાંધ્યા છે. બાકી તો પાંચ છ સુગરીઓના જ માળા જોવા મળતા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો