રાજકોટમાં વડીલો માટે યોજાયો જીવનસાથી પસંદગી મેળો, ઢળતી ઉંમરે માગ્યું પ્રેમ, હૂંફ, સાથે રહેવાનું વચન

અનુબંધન ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા 50 વર્ષથી વધુ ઉંમર ધરાવનાર લોકો માટે રાજકોટમાં જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફાઉન્ડેશનના સંચાલક નટુભાઇ પટેલે જણાવ્યું હતું કે, આ પસંદગી મેળો માત્ર 50 વર્ષથી ઉપર ઉંમર ધરાવનાર લોકો માટે જ હતો. રાજકોટમાં 50 વર્ષથી ઉપર ઉંમર ધરાવનાર 350 પુરૂષ અને સ્ત્રીઓએ ભાગ લીધો હતો. છૂટાછેડા થયેલા, વિધૂર કે વિધવા હોય તેઓને નવા જીવનસાથી મળે હેતુથી આ પસંદગી મેળાનું આયોજન કરવામાં આવે છે.

46થી લઇ 89 વર્ષ સુધીના લોકોએ ભાગ લીધો

કાર્યક્રમના પહેલા તબક્કામાં દરેક ઉમેદવારોનો પરિચય કરાવવામાં આવ્યો હતો. જ્યારે બીજા તબક્કાના કાર્યક્રમમાં લાગણીસભર દૃશ્યો સર્જાયા હતા. બીજા તબક્કામાં એક બીજા સાથે પરિસંવાદ અને ઈન્ટરવ્યૂ રાખવામાં આવ્યો હતો. જેમાં વડીલોએ માત્ર એકબીજા પાસે દરેક ઘડીમાં સાથ જોઇએ છે, સલામતી જોઈએ છે અને પ્રેમ જોઈએ તેવી અપેક્ષા રાખી હતી. વયોવૃદ્ધ મહિલાએ પોતાના માટે જે જીવનસાથી પસંદ કર્યા હતા તેની સાથે વાર્તાલાપ કર્યો ત્યારે તેને કહ્યું હતું કે, હું તમારી સેવા કરીશ, આ ઉંમરે હવે સંપત્તિ અને પૈસા કરતા મને સાથ જોઈએ છે. જ્યારે વૃદ્ધ પુરુષોએ કહ્યું હતું કે, પરિવાર તો છે પણ તેની પાસે સમય નથી. જો તમે મને સમય અને સાથ આપશો તો હું પરિવાર છોડીને એકલા રહેવાની તૈયારી રાખીશ. આમ બન્ને પાત્રએ એકબીજા પાસે સાથ માગ્યો હતો. આ પરિચય મેળામાં 46 વર્ષથી લઇને 89 વર્ષના દાદા અને મહિલામાં 60 વર્ષના મહિલાથી લઇને 75 વર્ષના દાદીએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

વડીલો પારિવારિક પ્રેમના ભૂખ્યા છે

પરિચય મેળા પરથી એવું તારણ મળ્યું કે, આજના યુવાનોને પોતાના વડીલો માટે પૂરતો સમય નથી. તેને કારણે એકલવાયું જીવન ગાળે છે અને તેે જિંદગીથી કંટાળો અનુભવે છે. વડીલોએ જણાવ્યું હતું કે, તેઓ આખી જિંદગી પરિવાર માટે જીવ્યા છે તો તેને માત્ર પારિવારિક પ્રેમ જ જોઈએ છે. જો તેને પરિવારના સભ્યોનો પ્રેમ મળી જાય તો તેનાથી બીજી કશું નથી જોઈતું. -રાજેન્દ્ર ઠક્કર, આયોજક

2012માં સ્વયંવર યોજાયો હતો

આ ફાઉન્ડેશન દ્વારા 2012માં કર્ણાટકના ચંદ્રાકલાબેનનો સ્વયંવર યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં 50 વર્ષથી ઉપર ઉંમર ધરાવનાર લોકો જોડાયા હતા. પરંતુ રાજકોટના રાજેન્દ્ર હિંમતલાલ ભટ્ટ (ઉ.67)ની ચંદ્રાકલાબેને પસંદગી કરી હતી અને બાદમાં ઘરઘરણું થયું હતું. રાજેન્દ્રભાઇની પહેલી પત્ની સાથે છૂટાછેડા થયા હતા. બાદમાં આ ફાઉન્ડેશનનો સંપર્ક કરી બાયોડેટા મોકલ્યો હતો. જ્યારે ચંદ્રકલાબેન કુંવારા જ હતા અને રાજેન્દ્રભાઇ તેમના પહેલા પતિ છે. રાજેન્દ્રભાઇને પહેલા પત્ની થકી કોઇ સંતાન નહોતું. આજે રાજકોટમાં યોજાયેલા જીવનસાથી પસંદગી મેળામાં રાજેન્દ્રભાઇ અને ચંદ્રકલાબેન પણ હાજર રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો