ભરૂચમાં માતા સાથે ટુ વ્હિલરમાં જતી પાંચ વર્ષની બાળકીનું પતંગના દોરાથી ગળું કપાયું, બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ

ભરૂચના લિંક રોડ પર માતા સાથે ટુ વ્હિલર પર જતી પાંચ વર્ષની બાળકીનું કપાયેલા પતંગના દોરાથી ગળું કપાયું હતું. લોહિ લુહાણ હાલતમાં બાળકીને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ગળામાં પતંગના દોરાનો ઊંડો ઘા હોવાથી લોહી ભીની હાલતમાં હોસ્પિટલમાં તબીબોએ સારવાર શરૂ કરી હતી.

બાળકી આગળ બેઠી હતી

ભરૂચમાં શંભુ ડેરી પાસે આવેલા મનીષાનંદ કોમ્પલેક્સમાં રહેતા નિત્યા સચિન જગતા(ઉ.વ.આ.5)ના માતા સુપ્રીયાબેન સાથે માતળીયા તળાવ તરફ કામ અર્થે જઈ રહ્યાં હતાં. ટુ વ્હિલર પર માતા-પુત્ર જઈ રહ્યાં હતાં એ દરમિયાન લિંક રોડ પર કપાયેલા પતંગનો દોરો ટુ વ્હિલર પર બેઠેલી દીકરીના ગળામાં ભેરવાયો હતો. જેથી નાની ફૂલ જેવી નિત્યાના ગળામાં તિક્ષ્ણ દોરાથી ઘા પડી ગયો હતો. માતા કંઈ સમજે અને ટુ વ્હિલર થંભાવે એ અગાઉ જ નિત્યાના ગળામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. આસપાસથી લોકો દોડી આવ્યાં હતાં. માતા સુપ્રિયાબેન નિત્યાને લઈને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ દોડી ગયાં હતા. જ્યાં તબીબોએ નિત્યાના ગળે પટ્ટી મારીને સારવાર શરૂ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો