મુંબઈમાં એક જ ટેક્સીમાં બેસવાથી 5 લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો અને એકનું મોત થયું
દેશમાં કોરોના વાયસના અત્યાર સુધીમાં 147થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 23 જેટલા કેસ નોંધાયા છે. જ્યારે ત્રીજા દર્દીનો જીવ ગયો છે. આપણને કશું ના થાય એવા વહેમમાં રહેવાના બદલે સાવચેતી રાખવી જરુરી છે, વાંચો મુંબઈનો કિસ્સો..
મુંબઈમાં દુબઈથી પરત ફરેલા 64 વર્ષના વૃદ્ધનો કોરોના વાયરસના કારણે જીવ ગયો છે. જણાવી દઈએ કે મૃતક એ જ ટેક્સીમાં બેઠા હતા જેમાં 5 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા સૌથી વધુ મહારાષ્ટ્રમાં છે. અહીં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 42 પર પહોંચી ગઈ છે.
1 માર્ચે પુણેના રહેવાસી પતિ-પત્ની અને તેમનો દીકરો દુબઈથી મુંબઈ આવ્યા હતા. મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટથી તેમણે પુણે માટે ટેક્સી બૂક કરી હતી. પતિ-પત્ની અને દીકરી પણ કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું સાબિત થયું. આ પછી ટેક્સીમાં ટ્રાવેલ કરનારા અન્ય 2 લોકો પણ પોઝેટિવ હોવાનું સામે આવ્યું. આ રીતે 5 લોકો એક જ ટેક્સીમાં હોવાના કારણે સંક્રમિત થઈ ગયા હતા.
મુંબઈના અંધેરી વેસ્ટમાં રહેતા 64 વર્ષના વૃદ્ધ પણ તે જ ટેક્સીમાં સવાર હતા અને એરપોર્ટથી ઘરે ગયા હતા. કોરોના વાયરસ હોવાના કારણે તેમની હાલત બગડી ગઈ હતી. વૃદ્ધને ડાયાબિટિઝ અને હાઈ બ્લડ પ્રેશર હોવાના કારણે તેમની સ્થિતિમાં સુધાર ના આવી શક્યો અને આખરે મંગળવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. વૃદ્ધના પત્ની અને દીકરો પણ કોરોના પોઝેટિવ છે જેમની સારવાર કસ્તૂરબા હોસ્પિટલમાં ચાલી રહી છે.
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના વધુ કેસો સામે આવ્યા છે. જેમાં એક દર્દી મુંબઈનો છે, જ્યારે અન્ય પિંપરી ચિંચવાડથી છે. આ બન્ને હાલ અમેરિકાથી પરત ફર્યા હતા. રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 42 પર પહોંચી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

