રાજસ્થાનમાં પાંચ બાળકનાં મોતથી અરેરાટી: બાળકો રમતાં રમતાં અનાજ ભરવાની કોઠીમાં છૂપાયા અને અચાનક ઢાંકણું બંધ થઈ જતાં મોત

પાડોશી રાજ્ય રાજસ્થાન (Rajasthan)માં ખૂબ જ દુઃખદ બનાવ બન્યો છે. જેમાં એક સાથે પાંચ બાળકોનાં મોત (5 Kids Suffocated to Death) થયા છે. તમામ બાળકોના શ્વાસ રૂંધાવાને કારણે મોત થયા છે. પાંચેય બાળકો રમતાં રમતાં અનાજ ભરવાની કોઠી (Grain storage)માં પુરાયા હતા. જે બાદમાં પતરાની કોઠીનું ઢાંકણું બંધ થઈ જતાં તમામનાં મોત થયા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે રવિવારે આ દુઃખદ બનાવ બન્યો હતો. તમામ મૃતકોની ઉંમર ત્રણ વર્ષથી આઠ વર્ષ વચ્ચેની છે. પોલીસના જણાવ્યા પ્રમાણે જે કોઠીમાં બાળકોનાં મોત થયા હતા તે ખાલી હતી. બાળકો રમતાં રમતાં એક પછી એક તેની અંદર ઉતર્યાં હતા. જોકે, અચાનક દરવાજો બંધ થઈ જતાં તમામ બાળકો અંદર ફસાયા હતા.

મળતી માહિતી પ્રમાણે ભીયારામ અને તેમની પત્ની ખેતરમાં કામ કરવા માટે ગયા હતા. બપોરે અઢી વાગ્યે બંને પરત આવ્યા હતા. આ દરમિયાન ભીયારામ ઘરમાં બેઠો હતો જ્યારે તેની પત્નીએ બાળકોની શોધખોળ શરૂ કરી હતી. બાળકો ન મળ્યા ત્યારે તેણીએ ઘરના આંગણામાં રાખેલી અનાજની કોઠી ખોલી હતી. કોઠી ખોલતા જ તેણીનું કાળજી ફાટી ગયું હતું! પાંચેય બાળકો બેભાન અવસ્થામાં પડ્યા હતા. બૂમાબૂમ સાંભળીને આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા.

બિકાનેર એસ.પી. પ્રીતિ ચંદ્રાના કહેવા પ્રમાણે મૃતકોમાં ચાર બાળકી અને એક બાળકનો સમાવેશ થાય છે. “બાળકોની માતા જ્યારે ઘરે આવી ત્યારે તેણીએ ઘરમાં બાળકોને જોયા ન હતા. આથી તેણીએ તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન અનાજ ભરવાની કોઠીની તપાસ કરતા તેમાંથી બાળકો મૃત હાલતમાં મળી આવ્યા હતા.”

જે બાદમાં દેવારામ (ઉં.વ. 4), રવિના (ઉં.વ. 7 ), રાધા (ઉં.વ.5) પૂનમ (ઉં.વ. 8) અને માલીને તાત્કાલિક સરકારી હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ફરજ પરના ડૉક્ટરોએ તમામ બાળકોને મૃત જાહેર કર્યાં હતાં.

બાળકો અંદર પુરાયા બાદ દરવાજો બંધ થઈ જતાં તેઓ દરવાજો ખોલી શક્યા ન હતા અને શ્વાસ રૂંધાઈ જવાથી તમામનાં મોત થયા હતા. ઉલ્લેખનીય છે કે રમત રમતમાં બાળકોનો જીવ ગયો હોય તેવા અનેક બનાવો બનતા રહે છે. આથી જ બાળકો રમતા હોય ત્યારે તેમના માતાપિતા તેમના પર નજર રાખે તે ખૂબ જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો