તમારા કાળા પડેલા હાથ, પગ અને ચહેરો આ 5 ઘરેલું ઉપાય ચમકાવશે, જાણો અને કરો શેર

તડકાના કારણે હાથ અને પગ કાળા પડી જાય છે. અને આ સનટેન દૂર થતુ નથી. સનટેનને જવામાં સમય લાગે છે. પણ અમે આપને કેટલીક સરળ ટિપ્સ (Beauty Tips) બતાવીશું જે શરીર પર જામેલી કાળાશ દૂર કરશે અને તમને ગ્લોઇંગ સ્કિન આપશે. શરત માત્ર એટલી છે કે આ ઉપાય તમારે નિયમિત કરવાનો છે. અમે અહીં આપને પાંચ ટિપ્સ વિશે જાણકારી આપી છે. આપ તમારા સ્કિન ટોન (Skin Tone) પ્રમાણે કોઇપણ ટિપ્સ અજમાવી શકો છો. મિક્સ સ્કિનમાં પાંચેય ટિપ્સ યુઝ કરી શકાશે. જો તમારી ઓઇલી સ્કિન હોય તો ટામેટું અને પપૈયાની ટ્રિક યુઝ કરી શકો છો.અને તમારી સ્કિન ડ્રાય હોય તો આપ દૂધ, લીંબુ અને દહીંની ટ્રીક યુઝ કરી શકો છો.

ઓઇલી સ્કિન માટે-ટામેટાંને કાપીને તેને છીણી લો. તેનો પલ્પ તૈયાર થઇ જશે. હવે આ પલ્પને શરીરનો જે ભાગ કાળો છે ત્યાં એટલે કે હાથ, પગ, ચહેરા, ગરદન પર લગાવી શકો છો. તે સૂકાઇ ગયા પછી તેને ધોઇ લો. આ ઉપાય કરવાથી સ્કિન પર જામેલી કાળાશ દૂર થઇ જશે.
Advertisement

પપૈયા- ગ્લોઇંગ સ્કિન અને સનટેનને ઓછું કરવા માટે પપૈયાને મેશ કરીને તેને શરીરનાં પ્રભાવિત ભાગ પર દગાવો ત્યારબાદ તેને સાદા પાણીથી ધોઇ લો. આ ઉપાય કરવાથી પણ ફાયદો જણાશે.

ડ્રાય સ્કિન માટે- દૂધ- ચાર મોટી ચમચી કાચું દૂધ લો, એક ચમચી મધ અને બે ચમચી લીંબુનો રસ મિક્સ કરીને 15 મિનિટ સુધી પ્રભાવિત જગ્યા પર લગાવીને રાખો. ત્યાર પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઇ લો. આ ઉપાયથી સનટેનની સમસ્યાથી છૂટકારો મળે છે.

દહીં- સનટેનને દૂર કરવા માટે ચણાનો લોટમાં દહીં અને લીંબુના રસ થોડોક રસ મિક્સ કરીને ચહેરા પર લગાવી શકો છો. ત્યાર પછી તે સૂકાઇ જાય એટલે તેને સાદા પાણીથી ધોઇ લો. તે સિવાય તમે દહીમાં ચપટી હળદર મિક્સ કરીને હાથ, ગરદન અને ચહેરા પર 20 મિનિટ સુધી સતત લગાવી રાખો. આ ઉપાય કરવાથી સનટેનની સમસ્યા દૂર કરી શકાય છે.

લીંબુ અને ખાંડ- જો ટેનિંગની સમસમ્યા આકરી હોય તો લીંબુ અને ખાંડને મિક્સ કરીને આ મિશ્રણ ટેનિંગની જગ્યા પર ઘસો તેનાંથી ફાયદો થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો