સુરતમાં દર કલાકે 5 અંતિમ સંસ્કાર, સ્મશાનોમાં લાગી કતાર, છેલ્લાં ત્રણ દિવસમાં 170 મૃતદેહના કોવિડ-19 ગાઇડલાઇન મુજબ કરાયા અંતિમ સંસ્કાર

કોવિડ-19 સુરતમાં કાબૂની બહાર જઈ રહ્યો હોવાની સ્થિતિ સામે આવી રહી છે. કેસોની સંખ્યા હવે ડિસ્ટ્રીક્ટની સાથે 300 થી વધુ થઈ ગઈ છે ત્યાં મોતનો આંકડો સરકારી ચોપડે 275 (સિટી) બોલી રહ્યો છે. અલબત્ત, કોવિડ ગાઇડલાઇન મુજબ જે અંતિમક્રિયા કરવામાં આવી રહી છે તે ડરાવનારી હકિકત રજૂ કરે છે. છેલ્લાં ત્રણ દિવસમાં શહેરમાં 170 બોડીનું કોવિડ- ગાઇડલાઇન મુજબ અંતિમ સંસ્કાર કરાયું છે. જ્યારે અઠવાડિયામાં 390 બોડીને અંતિમદાહ-દફનવિધિ કરાઈ છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે, હવે રોજ અંતિમધામ અને કબ્રસ્તાનમાં 48થી વધુની સંખ્યામાં બોડી આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

દર કલાકે ચારથી પાંચ બોડીનો નિયમોનુસાર નિકાલ કરાઇ રહ્યો છે

બુધવારે જ શહેરમાં 65 જેટલા મૃતદેહોની સ્મશાન અને કબ્રસ્તાનમાં પ્રોટોકોલ સાથે અંતિમ વિધી કરવામાં આવી હોવાની હકીકત સામે આવી હતી. ત્યારે ગુરુવારે પણ 55 મૃતદેહોની કોરોના ગાઇડ લાઇન મુજબ શહેરની વિવિધ સંસ્થાઓએ અંતિમ વિધી કરી હોવાની માહિતી સપાટી પર આવી છે. તબીબોના મતે ડાયાબિટીસ અને હાયપર ટેન્શન તેમજ હાર્ટ પેશન્ટ આ વાવરમાં વધુ અડફેટે ચઢ્યા છે. જેમકે ડાયાબિટીસથી પહેલાંથી પીડિત દર્દી કોરોના પેશન્ટ તરીકે દાખલ થયું હોય અને તેનું સુગર કંટ્રોલમાં આવે તે પહેલાં કોરોના કરતાં તેની મુળ બીમારી હાવી થઇ હોવાના કિસ્સા વધુ આવ્યાં છે. છતાં આ મૃતકોને કોરોનામાં ન આંકી તેમની શંકાસ્પદ કોરોના સાથે કોવિડ પ્રોટોકોલ મુજબ જ અંતિમ વિધી કરાતા મોતનો આંકડો વધ્યો છે. જોકે ગૂંચવણ સર્જાઇ રહી હોવાના કથિત આરોપો ઊઠી રહ્યા હોવાથી મૃત્યુના આંકડા છુપાવવામાં આવી રહ્યા હોવાની બાબતો પણ પ્રકાશમાં આવી હતી.

બુધવારે 65 બોડીનો નિકાલ

25 દિવસથી એક મહિના અગાઉ કોવિડ ગાઇડલાઇન મુજબ અંતિમક્રિયાની એવરેજ 25 થી 30ની હતી. જે હવે 45 થઈ ગઈ છે. છેલ્લાં બે દિવસમાં તો સંખ્યા 50થી વધી ગઈ છે. બુધવારે સૌથી હાઇએસ્ટ એટલે કે 65 જેટલી બોડીનો કોવિડ ગાઇડલાઇન મુજબ નિકાલ થયો હતો. જો આજ રફતાર રહી તો જુલાઇના અંત સુધી આંકડો 70 સુધી પહોંચી શકે છે. આથી ડોકટરો પણ રિકવરી રેટ વધે એ તરફ ધ્યાન આપી રહ્યા છે.

બોડીને ઉલટી લપેટી દેવાઈ છે

જે સેવાભાવી સંસ્થા કોવિડ-19નો બોડીની અંતિમ વિધિ કરી રહી છે. તેઓને પણ સરકારી હોસ્પિટલના અણઘડ વહીવટનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને સ્મિમેર હોસ્પિટલમાંથી મૃતદેહને એવી રીતે પ્લાસ્ટિકમાં લપેટાઈ છે કે પરિવારજનોને જ્યારે મોઢું બતાવવાનો પ્રયાસ કરાય ત્યારે બોડી ઉલટી નિકળે છે. ગતરોજ સ્મિમેર પર એક એમ્બ્યુલન્સમાં એક પર એક લાશો નાંખી દેવાતો હંગામો પણ થયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો