ગુજરાતની આ 5 કંપનીઓએ બેન્કોના 4,495 કરોડ રૂપિયા ખંખેરી લીધા, બેન્ક લોનનું મસમોટું કૌભાંડ આવ્યું બહાર

મુંબઇ સીબીઆઇમાં છેલ્લા સાત મહિનામાં ગુજરાતની પાંચ મોટી કંપનીઓ સામે બેન્ક લોન કૌભાડમાં એફઆઇઆર દાખલ થઈ છે. એફઆઇઆર મુજબ પાંચેય કંપનીઓનો લોનનો આંકડો રૂ.4,495 કરોડ થવા જાય છે. અમદાવાદા, વડોદરા, સેલવાસા, સુરત ,ભીલાડની આ પાંચેય કંપનીના માલિકોએ સરકારી બેન્કોના રૂ.4,495 કરોડ ખંખેરી લીધા છે. મંગળવારે સીબીઆઇની ટીમે અમદાવાદમાં આર્ડાર ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડની એસ. જી. હાઇવે પર આવેલી ઓફિસ અને પ્રહલાદનગર વિસ્તારમાં આવેલા હેરિટેજ ક્રિસેન્ટ ફ્લેટમાં દરોડા પાડયા હતા. સીબીઆઇની ટીમ પહાંચે તે પહેલાં કંપનીના માલિકો ફેનિલ શાહ અને ભરત શાહ ઓફિસ અને ફ્લેટ વેચીને ભાગી ગયા છે.

મુંબઇ સીબીઆઇએ ભીલાડમાં ઉત્પાદનનું કામ કરતી અને સેલવાસમાં યુનિટ ધરાવતી એસ્કે કેનિટ ઇન્ડિયા લિમિટેડના પ્રમોટર અને ડાયરેક્ટરો નવીન તયાલ, નરેશ ચંન્દ્ર શર્મા, પ્રવીણ તયાલ સહિત અન્યો સામે ઇન્ડિયન ઓવરસિઝ બેન્કમાંથી રૂ.70 કરોડની લોન અને ક્રેડિટ ફેસિલિટીના દુરુપયોગ કરવાનો ગુનો નાંધ્યો છે.

સુરતની વિનસમ ડાયમંડ એન્ડ જ્વેલરી લિમિટેડના ડાયેરક્ટરો અને પ્રમોટરો જતીન મહેતા, રમેશ પરીખ, હરીશકુમાર મહેતા (રહે,ઘુમા ગામ ,અમદાવાદ) જયકુમાર કપૂર, હરિમોહન નામદેવ (રહે,ચાંદલોડિયા, અમદાવાદ) સામે એક્ઝિમ બેન્ક ઓફ ઇન્ડિયા સાથે રૂ.107 કરોડની લોન લઈને ચુકવણા નહીં કરવા બદલ ગુનો દાખલ કર્યા છે.

વિનસમ ડાયમંડ અને મુંબઇની બોમ્બે ડાયમંડ કંપની પ્રાઇવેટ લિમિટેડ સામે પણ સીબીઆઇમાં 264 કરોડની લોન યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા પાસેથી લોન લઈને ડિફોલ્ટર થવા બદલ ગુનો દાખલ થયો છે. સીબીઆઇની બીજી એફઆઇઆરમાં પણ જતીન મહેતાના નામનો ઉલ્લેખ છે. અમદાવાદની સાંઈ ઇન્ફોસિસના માલિક સુનીલ કક્કડે ગુજરાતની 11 બેન્કોના રૂ.1,400 કરોડ ખંખેરી લીધા છે. સુનીલ કક્કડ સામે અમદાવાદ ઈડીએ પણ મની લોન્ડરિંગનો ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી. તેવી જ રીતે મસમોટા બેન્ક લોન કૌભાંડમાં વડોદરાની ડાયમંડ પાવર ઇન્ફ્રા.નો સમાવેશ થાય છે.

આ કંપનીના માલિકોએ 10 જેટલી બેન્કોમાંથી રૂ.2,654 કરોડની લોન લીધી હતી .આ કંપનીના માલિકો, ફેક્ટરી, રહેઠાણે ઇન્કમટેક્સ, ઈડી અને સીબીઆઇએ દરોડા પાડયા હતા. આમ છેલ્લા સાત મહિનામા સીબીઆઇના ચોપડે ગુજરાતની પાંચ મોટી કંપની સામે ફરિયાદ દાખલ થઈ છે જેની લોનની રકમ રૂ.4,495 કરોડ થાય છે.

હાથીમ સલમાન વિનસમ ડાયમંડનો માસ્ટર માઇન્ડ દુબઈનો:

વિનસમય ડાયમંડ એન્ડ જ્વેલરી લિમિટેડના પ્રમોટરો અને ડાયરેક્ટરોએ 107 કરોડ અને 264 કરોડનું બેન્ક લોન કૌભાડ કર્યું છે. સીબીઆઇની તપાસમા માસ્ટર માઇન્ડ દુબઈનો હાથીમ સલમાન અલી અબુ ઉભેઇધા છે. બેન્ક લોનના નાણાં હવાલાથી દુબઈમાં હાથીમ સલમાન પાસે પહોંચ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે. હાથીમ સામે પણ સીબીઆઇમાં ગુનો દાખલ કરાયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો