રાજકોટમાં રાસ રમીને આવતી છોકરીઓને એકલી જોઇ છેડતી કરી, પછી પોલીસે કાયદાનો દંડો ઉગામ્યો તો ‘દીદી, ભૂલ થઇ’ કહી પગે પડ્યા

નવરાત્રીમાં દાંડિયા રાસ રમીને આવતી યુવતીઓની પજવણી અટકાવવા પોલીસે બંદોબસ્ત ગોઠવ્યા છે. આમ છતાં ક્યાંક બનાવો બનતા રહે છે. આવા જ એક બનાવમાં યુવતીઓ છેડતીનો ભોગ બની હતી પણ ચૂપ રહેવાને બદલે હિંમતભેર સામનો કરી છેલબટાઉઓને બરાબરનો પાઠ ભણાવ્યો હતો.

યુવતીએ 181ને ફોન કરી છેડતીની ફરિયાદ નોંધાવી હતી

નોરતાની રાત્રે 11 વાગ્યે 25થી 27 વર્ષની છ છોકરીઓનો રાસ રમીને કાલાવડ રોડ પરથી ઘરે જઇ રહી હતી. આ દરમિયાન બે બાઇક પર પાંચ લુખ્ખાઓ ધસી આવ્યા હતા અને ચાલુ વાહને બીભત્સ ચેનચાળા અને અપશબ્દો બોલી રહ્યા હતા. છેડતીથી તંગ આવીને યુવતીઓએ પોતાના વાહન ઊભા રાખીને પડકાર ફેંક્યો હતો અને ત્રણ યુવાનોને ઊભા રાખી દીધા જ્યારે બે ભાગી ગયા હતા. ત્યારબાદ 181ને ફોન કરી છેડતીની ફરિયાદ નોંધાવી હતી. ફોન કાઉન્સેલર લતાબેન ચૌહાણને આવતા તેમણે તુરંત જ પાઈલોટ ઈશ્વરભાઈ સાથે કાલાવડ રોડ પર તાલુકા પો. સ્ટેશનની આગળ આવેલી ક્રિસ્ટલ સ્કૂલ તરફ નીકળ્યા હતા અને દરમિયાન જ પોલીસને ફોન કરી દીધો હતો. પોલીસ અને 181ની ટીમ સ્થળ પર પહોંચતા ત્રણેયે કશુ ન કર્યાની કેસેટ વગાડી હતી.

પોલીસે લોકઅપ ખોલતા જ બંને લુખ્ખા યુવતીઓના પગમાં પડી ગયા

છોકરીઓએ જણાવ્યું કે બે લુખ્ખા ભાગી ગયા તે સૌથી વધુ પજવણી કરતા હતા. પોલીસે ત્રણેયને શાનમાં સમજાવતા ફોન નંબર આપ્યા હતા અને એક યુવાન આવ્યો હતો. જેને પોલીસ સ્ટેશન લઇ જવાયો હતો અહીં પોલીસે ફોન કરતા બીજો પણ આવી ગયો હતો. પોલીસે બંનેને લોકઅપમાં પૂરી દેતા રીતસર રડી પડ્યા હતા.

યુવતીઓએ કારકિર્દી ન બગડે તે માટે ફરિયાદ કરવાનું માંડી વાળ્યું

યુવતીઓ આ સમયે પોલીસ સ્ટેશન પર જ હતી. લુખ્ખાઓએ કાકલૂદી કરી કે તેઓ ધો.12માં છે અને ફરિયાદ થશે તો કારકિર્દી બગડશે. અંતે યુવતીઓએ કારકિર્દી ન બગડે તે માટે ફરિયાદ કરવાનું માંડી વાળ્યું હતું. પોલીસે લોકઅપ ખોલતા જ બંને લુખ્ખા યુવતીઓના પગમાં પડી ગયા હતા અને ‘દીદી ભૂલ થઇ ગઇ, માફ કરી દો. કહી કરગરવા લાગ્યા હતા.કાઉન્સેલર લતાબેને જણાવ્યું કે યુવતીઓએ હિંમત દાખવી અને 181ને ફોન કરતા છોકરાઓને સીધા દોર કર્યા છે જેથી હવે આ છોકરાઓ બીજી વખત છેડતી કરવાનો વિચાર પણ નહીં કરે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો