લૂંટ વીથ મર્ડર: મહેસાણા જિલ્લાના કડીમાં ડૉક્ટરનાં પત્નીની ઘરમાં ઘૂસી ધોળેદહાડે હત્યા કરી 5.20 લાખની લૂંટ, ડોગ-સ્ક્વોડ, ફિંગરપ્રિન્ટ, CCTV કેમેરામાં કોઇ પુરાવા ના મળ્યા

કડી શહેરના ભરચક એવા ભાઉપુરા વિસ્તારમાં આવેલી સરદાર પટેલ સોસાયટીમાં ધોળેદહાડે ડૉ. જયંતીભાઈ પટેલના ઘરમાં ઘૂસેલા લૂંટારાઓએ તબીબનાં 72 વર્ષીય પત્ની ચંપાબેનનું ગળું દબાવી હત્યા કર્યા બાદ તિજોરીના લોકરમાંથી રૂ.5 લાખ રોકડ અને સોનાની 4 બંગડી મળી રૂ.5.20 લાખની મત્તા લૂંટી ભાગી જવાની ઘટનાએ ભયનો માહોલ ખડો કર્યો છે. પોલીસે હત્યા અને લૂંટનો ગુનો નોંધી પેનલ તબીબની મદદથી કરાવેલા પીએમમાં મહિલાનું ગળું દબાવીને હત્યા કર્યાનું ખૂલ્યું હતું.

કડીના ભાઉપુરામાં સરદાર પટેલ સોસાયટીમાં મકાન નં.54માં રહેતા ડૉ. જયંતીભાઇ એમ. પટેલના 3 પુત્રો અમદાવાદ સ્થાયી થયેલા હોઇ તેઓ 72 વર્ષનાં પત્ની ચંપાબેન સાથે એકલા રહેતા હતા. ગુરુવારે સાંજના 4 વાગે તેઓ રાબેતા મુજબ, શહેરના તીનબત્તી વિસ્તારમાં આવેલા તેમના ક્લિનિક પર ગયા હતા અને રાત્રે 8 વાગે ઘરે પરત ફર્યા ત્યારે તેમનાં પત્ની ચંપાબેન બેડરૂમમાં બેડમાં મૃત હાલતમાં પડેલા જોઇ ચોંકી ગયા હતા અને બૂમાબૂમ કરતાં સોસાયટીના લોકો ભેગા થઇ ગયા હતા. પ્રાથમિક તબક્કે તેમનું કુદરતી મોત થયું હોવાનું જણાયું હતું, પરંતુ ઘરના બેડરૂમના કબાટમાંથી રૂ.5 લાખ રોકડા અને રૂ.20 હજારની સોનાની 6 તોલાની 4 બંગડી ગુમ થઈ હોઈ હત્યાની આશંકા સાથે તેમણે પોલીસને જાણ કરી હતી.

બનાવને પગલે SP ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, ડીવાયએસપી રુહિ પાયલા, પીઆઇ પૃથ્વીરાજ પરમાર, એસઓજી સહિત પોલીસકાફલાએ દોડી આવી તપાસ કરી લાશનું અમદાવાદ ખાતે પેનલ તબીબની મદદથી પીએમ કરાવ્યું હતું. આ ઘટના અંગે ડો.જ્યંતીભાઈ પટેલે શુક્રવારે કડી પોલીસ મથકમાં અજાણ્યા શખસો સામે હત્યા અને લૂંટની ફરિયાદ નોંધાવી હતી. ઘટનાસ્થળ સરદાર પટેલ સોસાયટીમાં ચારેબાજુથી પ્રવેશ કરી શકાય છે અને બહાર પણ નીકળી શકાય છે. એમાં ડૉ.જ્યંતીભાઈના ઘરની બાજુમાં ટૂ-વ્હીલર વાહન તથા રાહદારી અવરજવર કરી શકે એવી સાંકડી ગેલેરીમાંથી સીધા સોસાયટી બહાર જાહેર રોડ પર નીકળી શકાય છે.

મહેસાણા ડીવાયએસપી રુહી પાયલાએ જણાવ્યું હતું કે મૃતક મહિલાના ગળામાં કે શરીર પર ઇજાના કોઇ જ નિશાન જોવા મળ્યા નથી. પીએમમાં શ્વાસ રુંધાવાથી મોત થયાનો પ્રાથમિક રિપોર્ટ છે. ગળું હાથથી દબાવ્યું હોય તેવા કોઇ નિશાન નથી. હત્યા-લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

શહેરના કમળ સર્કલ તેમજ બાજુની શાળાઓના સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરી હતી, પરંતુ કેમેરા દૂર હોવાથી કંઈ સ્પષ્ટ જાણી શકાયું નથી. તબીબના પડોશીઓનાં નિવેદન લઈ હાલમાં હિસ્ટ્રીશીટરોની તપાસ ચાલુ છે તેમ એસઓજી પીઆઈ ડી.ડી. સોઢાએ જણાવ્યું હતું.

જેને કુદરતી મોત સમજી તબીબ અને તેમના પરિવારે લોહીના જમીન પર પડેલા ડાઘ સાફ કરી નાખ્યા હતા, જેને કારણે ડૉગ સ્મેલ નહોતા લઈ શક્યા. મૃતકના શરીર ઉપર પણ કોઈ ઝપાઝપીનાં નિશાન જણાતાં નથી તેમજ બે કલાક દરમિયાન ઘરમાં ઘણા લોકોએ અવરજવર કરતાં ફિંગરપ્રિન્ટ આવી નથી એમ પોલીસે જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો