પાલનપુરમાં અજાણ્યા શખ્સે રેલવે પોલીસ સ્ટેશન પાસે 4 વર્ષીય બાળકીને બંધ ક્વાર્ટર્સમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યુ

પાલનપુર રેલવેના જીઆરપીએફ પોલીસ મથક બાજુમાં જ આવેલા કંડમ ક્વાર્ટર્સમાં સોમવારે બપોરના સમયે 4 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરાયું હોવાનું સામે આવ્યું છે. તેને લોહી લુહાણ હાલતમાં છોડીને કોઈ નરાધમ રફુચક્કર થઇ જતા બાળકી તરફડતી હાલતમાં કેન્ટિનના કર્મીને નજરે પડતા સારવાર અર્થે પાલનપુર સિવિલમાં ખસેડી હતી. જોકે ત્યાં તેની હાલત ગંભીર જણાતા તેને અમદાવાદ રીફર કરાઈ હતી. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી.

અજાણ્યા શખ્સે બંધ ક્વાટર્સમાં દુષ્કર્મ આચર્યું

પાલનપુર રેલવે સ્ટેશનની કેન્ટિનમાં મજૂરી કરતી મહિલાની 4 વર્ષીય બાળકી સોમવારે રેલવે સ્ટેશન વિસ્તારમાં રમી રહી હતી. તે સમયે અજાણ્યો શખ્સ બાળકીને જીઆરપીએફ પોલીસ મથક નજીક આવેલા બંધ ક્વાર્ટર્સમાં લઈ જઈ બાળકી સાથે ક્રૂરતાભર્યું દુષ્કર્મ આચર્યુ હતું. બાદમાં બાળકીને લોહી લુહાણ હાલતમાં છોડી શખ્સ ભાગી ગયો હતો. જોકે તે જ સમયે વિસ્તારમાંથી કેન્ટિનમાં કામ કરતો કર્મી પસાર થતા બંધ મકાન બહાર ઝાડ નીચે તરફડતી હાલતમાં બાળકી નજરે પડતા કર્મી બાળકીને ઓળખી ગયો હતો. તેને સારવાર અર્થે પાલનપુરની સિવિલ ખાતે લઇ આવ્યો હતો.

બાળકીને ગુપ્ત ભાગે લોહી વહેતું હતું

ઘટનાની જાણ જીઆરપીએફ પોલીસને થતા પોલીસે સિવિલ દોડી જઈને બાળકીની માતાને ઘટનાની જાણ કરી હતી. બાળકીના ગુપ્ત ભાગેથી લોહી વહેતુ નજરે પડતા દુષ્કર્મની શંકા જતા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં બાળકીના રિપોર્ટ કરાયા હતા. જેમાં બાળકી સાથે દુષ્કર્મ આચરાયું હોવાનું ખુલતા હડકંપ મચ્યો હતો. ઘટનાને પગલે પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી દીધો હતો. દરમિયાન મહેસાણાના રેલવે વિભાગના સીપીઆઇ દોડી આવી આગળની તપાસ હાથ ધરી હતી.

ઘટનાની ન્યાયિક તપાસની માંગ

ઘટનાની જાણ થતાં સિવિલ હોસ્પિટલમાં ટોળે ટોળા ઉમટ્યા હતા.જોકે બાળકીની હાલત ગંભીર જણાતા મોડી સાંજે બાળકીને વધુ સારવાર અર્થે અમદાવાદ રીફર કરાઇ હતી. ઘટના બાદ સેવાભાવી સંગઠનો અને કોંગ્રેસના આગેવાનો રેલવે પીઆઇને મળ્યા હતા અને સમગ્ર મામલાની ન્યાયિક તપાસની માંગ કરી હતી.

દુષ્કર્મ આચરી શખ્સ કોટથી બહાર નીકળી ગયો

કન્ડમ મકાનની બહાર નીકળતા જ બસ સ્ટેશનનો કોટ તૂટેલો છે. જેથી શખ્સ દુષ્કર્મ બાળકી પર દુષ્કર્મ આચરી કોટથી બહાર બસસ્ટેશન માર્ગ પર નીકળી ગયો હોવાનું ચર્ચાસ્પદ બન્યું હતું. પોલીસે આજુબાજુના સીસીટીવી કેમેરા ચકાસવાનું શરૂ કર્યું છે.

મજુરોના લિસ્ટની યાદી અંગે શંકા-કુશંકા

રેલવે સ્ટેશનમાં બહારના અનેક મજૂરો કામ કરી રહ્યા છે પરંતુ કોન્ટ્રાક્ટર જે બહાર ગામના મજૂરો દ્વારા કામ કરાવી રહ્યો છે તેમના આધાર પુરાવાનું લિસ્ટ પોલીસને સોંપ્યું ન હોવાનો ચર્ચાસ્પદ બન્યું હતું.

હું બહેનપણીના ઘરે ગઇ હતી : બાળકીની માતા

‘હું મારા ત્રણ બાળકો સાથે કેન્ટિનમાં જ મજુરી કરી નિર્વાહ કરું છુ. આજે બપોરે હું મારા સંતાનોને મુકી હું મારી સાથે કામ કરતી મારી સહેલીના ઘરે ગઈ હતી. મારા સંતાનો તે સમયે કેન્ટિનમાં ટીવી જોતા હતા.અને ત્યાંથી આ બાળકી રમવા બહાર ગઇ હતી. જો કે હું સહેલીના ઘરેથી પાછી આવી તો મને ઘટનાની જાણ થઇ હતી.’

મોડી રાત્રે એફ.એસ.એલ.ની ટીમ ઘટના સ્થળે પહોંચી

મોડી રાત્રે એફએસએલ અને ડોગ સ્કવોડની ટીમે ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. એફએસએલ ટીમના સાયન્ટિફિક ઓફિસર ડીએમ પટેલ આવ્યા હતા જેમણે જુદી જુદી જગ્યાઓ તપાસી હતી. જે શંકાસ્પદ ઓરડીમાં કૃત્ય આચરાયું ત્યાં અને બાળકીના બ્લડના સેમ્પલ અને માટીના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી હતી.

બનાવ સ્થળેથી લોહીના ડાઘ મળ્યા

દુષ્કર્મ બાદ પોલીસ મથકની બાજુમાં જ બંધ પડેલા એક મકાનની ઓસરી લોહીલુહાણ હતી. જો કે મકાનના અંદરના રૂમ સાફ કરેલો હતો અને અંદરના રૂમમાં જુનો નિરોધ પણ પડેલો જોવા મળ્યો હતો.પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે.

ડોગ રેલવેની કેન્ટિન પાસે ઊભો રહ્યો

ગુનાવાળી જગ્યાએથી ડોગ સ્ક્વોડ નીકળ્યા બાદ જમણી બાજુ ગયો હતો.જ્યાંથી રેલવેનો કોટ કુદી ટ્રેક નજીક થઈ ફરી કેન્ટિન તરફ આવી રોકાઈ ગયો હતો. જે બાદ ફરી રેલવેના મુખ્ય પ્રવેશ દ્વાર પહોંચી રોકાઈ ગયો હતો. જેથી આરોપી નજીકનો જ કોઈ હોવાની આશંકા પ્રબળ બની હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો