અમદાવાદના દરિયાદિલ મકાનમાલિકોએ માનવતાનું ઉદાહરણ પુરુ પાડયું: કોરોના મહામારીમાં ભાડૂઆતનું અવસાન થતાં 4.90 લાખ જતા કર્યા

કોરોનાની માઠી અસર ધંધા-રોજગાર પર પણ પડી છે ત્યારે આવક ના હોવા છતાં દર મહિને ભાડું આપવું લોકો માટે મુશ્કેલ બન્યું છે. અમદાવાદના કેટલાક પ્રોપર્ટી ઓનર્સે કોરોનામાં પરિવારના મોભીના અવસાનને કારણે, બિઝનેસમાં આવક ના હોવાને કારણે લાખો રૂપિયાનું ભાડું જતું કરી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાળ્યું છે. મહામારીના મુશ્કેલ સમયમાં કોઇના ખભા પર રાખેલો હાથ સફળતા પર મળેલી તાળીઓ કરતાં વધુ મૂલ્યવાન હોય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કિસ્સો-1 ખેતીમાં આવક ના થઇ, પરિવારના મોભીનું પણ અવસાન થતાં 4 લાખ 90 હજારનું ભાડું માફ કર્યું
મીરપુરમાં મારી ખેતીલાયક જમીન કરાર હેઠળ વર્ષે 7 લાખમાં મુકેશભાઈ ચોપરાને આપી હતી. કોરોનાને કારણે મુકેશભાઈ અને તેમના પિતાનું નિધન થતાં તેમના પરિવારમાં અચાનક આફત આવી પડી. આમ પણ આ વખતે બટાટાનો ભાવ જોઈએ એવો ન મળ્યો અને તેઓ ખાસ કમાયા પણ નહોતા તેવામાં પરિવારના મોભીનું અવસાન થતાં તેઓ કેવી રીતે રૂપિયા આપી શકે? આ બધાં પાસાં જોતાં મે 4 લાખ 90 હજાર રૂપિયા ભાડું માફ કર્યું છે. – સોમાભાઈ પટેલ, ઈન્ડિયા કોલોની.

કિસ્સો-2 ભાડૂઆત ટ્રાવેલિંગનો બિઝનેસ કરતા હતા, અવસાન થતાં 6 મહિનાનું 1.50 લાખ ભાડું માફ કર્યું
મારું ઘર મેં ટ્રાવેલિંગનો બિઝનેસ કરતા કમલેશ ઉપાધ્યાયને આપ્યું હતું. કોરોનામાં લોકો બહાર જતા ના હોવાથી તેમના ટ્રાવેલિંગના બિઝનેસ પર માઠી અસર થઇ છે. ઉપરાંત થોડા સમય અગાઉ તેમનું નિધન થતાં મે તેમનું 6 મહિનાનું ભાડું 1 લાખ 50 હજાર રૂપિયા માફ કર્યું હતું. કોરોનાકાળમાં આપણે બધાએ આ રીતે એકબીજાનો સાથ આપીને આગળ વધવું જોઈએ એમ હું માનું છું. જો બધા જ રૂપિયાનું વિચારશે તો આ મહામારીમાં માનવતા ક્યાંથી પ્રગટશે? – ભૌમિક પટેલ, બિઝનેસમેન.

કિસ્સો-3 મેં મારા ત્રણેય ભાડૂઆતનું 1 મહિનાનું આશરે 60 હજાર રૂપિયા જેટલું ભાડું માફ કર્યું છેે
કોરોનામાં ઘણા લોકોના ધંધા-રોજગાર પર અસર પડી છે. ભાડે દુકાન રાખીને ધંધો કરતા લોકોનો ધંધો બંધ થતાં કોઇ આવક ન થતાં ભાડું તો ઠીક ઘર ચલાવવામાં પણ તકલીફ પડી રહી છે. ત્યારે આ પરિસ્થિતિમાં મેં મારા ત્રણેય ભાડૂઆતનું 1 મહિનાનું આશરે 60 હજાર રૂપિયાનું ભાડું માફ કર્યું છે. સાથે જ અત્યારસુધીમાં જેમનું ભાડું એક મહિના કરતાં વધારે બાકી હોય તેમને ચિંતા કર્યા વિના તેમની સવલતે પૈસા આપવાનું કહ્યું છે. – હિતેશ ઊંડવિયા, બાપુનગર.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો