નેશનલ હાઈવે પર ટ્રક ડ્રાઈવર લાંચ પેટે વાર્ષિક 48000 કરોડ રૂપિયા આપે છે: સર્વેમાં ખુલાસો

એક વર્ષમાં ટ્રક ડ્રાઈવર અને ટ્રક માલિક આશરે રૂ. 48000 કરોડ રૂપિયા નેશનલ હાઈવે પર પોલીસ, ટ્રાંસપોર્ટ અને ટેક્સ વિભાગને લાંચ પેટે આપે છે. એવો એક સર્વેમાંથી ખુલાસો થયો છે. દેશના 10 મોટા અને મહત્ત્વના હાઈવે રસ્તાઓ પર થયેલા એક અભ્યાસમાંથી આ વાત જાણવા મળી હતી. આમ છેલ્લા 12 વર્ષમાં આ રીતે આપવામાં આવતી લાંચમાં 120 ટકાનો વધારો થયો છે. કોર્મશિયલ વ્હીકલના માલિક વર્ષે 48 હજાર કરોડ હાઈવે પર લાંચ પેટે ચૂકવે છે. સેવ લાઈફ ફાઉન્ડેશને આ સર્વે કર્યો હતો. જેનો રિપોર્ટ તા.28 ફેબ્રુઆરીના શુક્રવારે જાહેર કરાયો હતો.

આ પ્રકારની લાંચ લેવામાં સ્થાનિક પોલીસ પ્રથમ ક્રમે છે. ત્યાર બાદ પરિવહન વિભાગનો ક્રમ આવે છે. પૂજા અને ધાર્મિક સમિતીના નામે પૈસા ઉઘરાવનારાઓની પણ કમી નથી. રોડ પરિવહન તથા હાઈવે મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, નેશનલ હાઈવે પર લાંચ આપવાને લઈને કોઈ અભ્યાસ કરવામાં નથી આવ્યો. પણ વર્ષ 2006-2007માં ટ્રાંસપેરન્સી નામની એક એજન્સીએ પ્રથમ વખત કોર્મશિયલ વ્હીકલ ચાલકો સાથે વાતચીત કરીને વિશ્લેષણ કર્યા બાદ પોતાના રિપોર્ટમાં તેનો ઉલ્લેખ કર્યો છે. ભારતમાં હાઈવે પર વાર્ષિક 22000 કરોડની લાંચ લેવામાં આવે છે. હાલના સમયમાં આ આંકડો 48 હજાર કરોડ સુધી પહોંચી ગયો છે. સેવ લાઈફ ફાઉન્ડેશનના એક રિપોર્ટ પર નજર કરીએ તો લાંચ લેવામાં પ્રથમ ક્રમે સ્થાનિક પોલીસ છે જ્યારે બીજા ક્રમે RTOના અધિકારીઓ છે. જેઓ વાર્ષિક 19500 હજાર કરોડ રૂપિયા લાંચ પેટે લે છે.

સેવ લાઈફ ફાઉન્ડેશનના મુખ્ય અધિકારી પીયુષ તીવારીએ જણાવ્યું હતું કે, આ રિપોર્ટ દેશભરના કુલ 1310 ટ્રક ડ્રાઈવર્સ સાથે કરેલી વાતચીત પર આધારિત છે. આ રિપોર્ટ તૈયાર કરવા માલિક એસો., ટ્રાંસપોર્ટર એસો., સ્થાનિક મીડિયા સહિત જુદા જુદા પાસા પરથી માહિતી એકઠી કરવામાં આવી હતી. 22 ટકા ડ્રાઈવર રાતના સમયે જાગીને ટ્રક ચલાવે છે. જે માટે નશીલા પદાર્થોનું સેવન કરે છે. 77 ટકા ટ્રક ડ્રાઈવર બીમારીઓથી પીડિત હતા. માર્ગ અકસ્માતની ઘટનામાં કોર્મશિયલ વ્હીકલ ત્રીજા ક્રમે છે. ટ્રક અકસ્માતને કારણે વર્ષમાં 23 હજારથી વધારે લોકોએ જીવ ગમાવ્યા છે. જેમાં 15 હજાર ટ્રક ડ્રાઈવરનો પણ સમાવેશ થાય છે. 47 ટકા ડ્રાઈવરે સ્વીકાર્યું હતું કે, તેઓ હાઈવે પર આ રીતે લાંચ આપી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો