લગ્ન પ્રસંગોમાં 1 દિવસના 40 હજારના ભાડેથી મળતી મોડિફાઇડ લિમોઝિન કાર અમદાવાદ RTOએ જપ્ત કરી લીધી, કારમાં વૈભવી સોફા, ટીવી અને ક્રોકરીની વ્યવસ્થા છે

સુભાષબ્રિજ આરટીઓએ તાતા સુમોને મોડિફાઇ કરી બનાવવામાં આવેલી લિમોઝિન જપ્ત કરી છે. કાયદા મુજબ કારમાં આ રીતે સુધારા થઈ શકે નહીં. વધારામાં કારનું ક્યાંય રજિસ્ટ્રેશન ન હોવા છતાં લગ્ન પ્રસંગોમાં કાર એક દિવસના રૂ.40 હજારના ભાડે અપાતી હતી.

સુભાષબ્રિજ આરટીઓ ઇન્સ્પેક્ટરે ચેકિંગ દરમિયાન સાણંદમાંથી મોડિફાઇ કરેલી લિમોઝિન કાર ડિટેઇન કરી છે, જેનું આરટીઓમાં રજિસ્ટ્રેશન નથી. તેમ છતાં રોજના રૂ.40 હજારના ભાડે અપાઇ હતી. પંજાબ પાસિંગ પીબી 10 CY 3300 નંબરની કારની બજારકિંમત અંદાજે 20 લાખ છે. સુમો કારમાંથી મોડિફાઇ કરેલી આ કાર સાણંદના કલાણા ગામે લગ્ન પ્રસંગમાં ભાડે અપાઇ હતી. મોડિફાઇ કારને ભારતમાં મંજૂરી જ નથી. અમદાવાદમાં મોડિફાઇ કરેલી ફરતી કારોનું આરટીઓમાં કોઇ રજિસ્ટ્રેશન નથી. નિયમ મુજબ આવી કાર આરટીઓમાં માન્ય હોતી નથી. જેથી કોઇપણ લગ્ન પ્રસંગ કે ટ્રાવેલિંગમાં આવી કારનો ઉપયોગ ન કરવા આરટીઓ દ્વારા વારંવાર ટકોર કરાઇ છે. તેમ છતાં સામાન્ય પ્રજા એનો ઉપયોગ કરે છે.

સાણંદમાં કલાણા ગામે લગ્ન પ્રસંગમાં મોડિફાઇ કરેલી લિમોઝિન કારનો ઉપયોગ કરાયો હતો. સુભાષબ્રિજ આરટીઓ ઇન્સ્પેક્ટર એ.પી.પંચાલ અને જે.એચ.મિસ્ત્રી સાણંદ ખાતે ચેકિંગમાં હતા, ત્યારે પંજાબ પાસિંગ મોડિફાઇ કરેલી ઉપરોક્ત નંબરની લિમોઝિન કાર પસાર થતાં રોકી હતી.

કારનું સુભાષબ્રિજ કે અન્ય કોઇપણ આરટીઓમાં રજિસ્ટ્રેશન જ ન હતું. કારચાલક વાહનની પીયુસી, પોલિસી કે આરસીબુક સહિતના એકપણ પુરાવા નહીં આપી શકતાં કાર ડિટેઇન કરાઈ હતી. તપાસમાં જણાયું હતું કે કાર 2015થી ગુજરાતમાં ફરે છે. ટાટા સુમોમાંથી મોડિફાઇ કરી ઉપર ઔડીનો સિમ્બોલ મુકાયો છે. એરપોર્ટ કે અન્ય પ્રસંગે કાર ભાડે અપાતી હતી. કારનો મૂળ માલિક નડિયાદનો છે, જેની પાસે આવી બે કાર છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો