કોરોના સામે જંગ લડવા સેનાના 400 નિવૃત ડોક્ટરો આવ્યા મેદાને, દેશના અલગ અલગ ભાગોમાં બજાવશે ફરજ
કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે સેના પૂરી રીતે એક્શનમાં છે. ઓક્સિજનની સપ્લાઈ હોય કે તબીબી ઉપકરણો વહેલી તકે રવાના કરવાના હોય, સેના તેના કામમાં રોકાયેલ છે. આ દરમિયાન દેશમાં ડોકટરોની કટોકટીને ધ્યાનમાં રાખીને સંરક્ષણ મંત્રાલયના આદેશ બાદ થલસેના, વાયુસેના અને નૌકાદળના નિવૃત્ત તબીબોને પાછા બોલાવવામાં આવ્યા છે. તેઓને જુદા જુદા સ્થળોએ તૈનાત કરવામાં આવશે. સેના મેડિકલ કોરના કાયમી કમિશન અને શોર્ટ સર્વિસ કમિશનના સેવાનિવૃત્ત ડોક્ટરોને કોન્ટ્રાક્ટ પર જોઈન કરાવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
સેનાના સેવાનિવૃત્ત તબીબોની નિમણુક 11 મહિના માટે કરવામાં આવી રહી છે. શનિવારે સંરક્ષણ મંત્રાલયે ડાયરેક્ટર જનરલ એએફએમએસને એક આદેશ જારી કર્યો હતો, ત્યારબાદ 2017-2019 વચ્ચે નિવૃત થયેલા ડોક્ટરોને જોઈન કરવામાં આવી રહ્યા છે. ડોક્ટરો માટે વેતન તેમના છેલ્લા પગારના બેઝિક પે અને સ્પેશલિસ્ટ એલાઉન્સ ઉમેરીને આપવામાં આવશે. 11 મહિનાના કરાર હેઠળ પગારમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. પસંદ કરેલા ડોક્ટરોએ નાગરિક ધોરણો હેઠળ તબીબી રીતે ફીટ થવું પડશે.
તાજેતરમાં જ સીડીએસ જનરલ બિપિન રાવતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે કોવિડ-19 થી ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિવૃત્ત સૈન્ય તબીબોને ફરીથી સેવામાં લગાવવામાં આવશે અને સામાન્ય લોકો માટે સૈન્ય હોસ્પિટલો પણ ખોલવામાં આવશે. સીડીએસએ ડિરેક્ટર જનરલ એએફએમએસને નિવૃત્ત તબીબોની ભરતી માટેની દરખાસ્ત કરવા આદેશ આપ્યો હતો. રાષ્ટ્રપતિની પરવાનગી મળ્યા બાદ હવે આ ડોકટરોની ભરતી કરવામાં આવી રહી છે. આનાથી કોરોના ચેપગ્રસ્ત દર્દીઓ દેશભરની સૈન્ય અને બિન-સૈન્ય હોસ્પિટલોમાં સારવાર મેળવી શકશે.
સેના આપત્તિમાં સહયોગ આપી રહી છે
જ્યારે કોરોના રોગચાળાની બીજી લહેરે દેશને મુશ્કેલ પરિસ્થિતિમાં મુકી દીધો છે, ત્યારે સૈન્ય લોકોના જીવ બચાવવા મેદાનમાં આવ્યું છે. મેકસિફ્ટ કોવિડ હોસ્પિટલ બનાવવાની વાત હોય કે પછી ઓક્સિજન ટેન્કર પહોંચાડવાની, સેનાએ દેશને આપત્તિમાંથી મુક્ત કરવામાં મદદ માટે યુદ્ધના ધોરણે કામ કર્યું છે. હવે, સૈન્ય હોસ્પિટલોમાં લોકોની સારવાર કરીને અને નિવૃત્ત તબીબોની નિમણૂક કરીને, સૈન્ય દેશના સ્વાસ્થ્યને સુધારવા માટે આગળની લાઇનમાં ઉભી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

