નંદુરબાર રેલ્વે સ્ટેશને આવી ‘કોરોના એક્સપ્રેસ’: ટ્રેનના 31 કોચમાં 400 દર્દી સારવાર લેશે; ઓક્સિજન, કુલર અને પાણી વ્યવસ્થા કરવામાં આવી

મહારાષ્ટ્રમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. ત્યારે ગુજરાતને અડીને આવેલા નંદુરબાર રેલવે સ્ટેશન પર કોરોના એક્સપ્રેસ ટ્રેન આવી પહોંચી છે. ટ્રેનના 31 કોચમાં 400થી વધુ કોરોનાગ્રસ્ત દર્દી અને એક બોગીમાં ટોટલ 16-20 પેશન્ટ માટે સ્વચ્છતાગૃહ, ઓક્સિજન, કુલર, પાણી વ્યવસ્થા કરાઇ છે. સાંસદ ડૉ. હિના ગાવિતે રેલવે વિભાગના અધિકારીઓ સાથે વાત કરતાં કોરોના એક્સપ્રેસ નંદુરબાર રેલ્વે સ્ટેશને આવી છે. આ વિશેષ ટ્રેન માટે આરોગ્ય વિભાગ દ્વારા ડોક્ટર, નર્સ, આરોગ્ય કર્મચારીઓની નિયુક્તિ કરાઇ છે.

પ્લેટફોર્મ નં.3 પ્રતિબંધિત ક્ષેત્ર જાહેર કરાયું ઠંડક માટે કોચની છત ઉપર કંતાન પાથર્યા

નંદુરબાર રેલવે સ્ટેશન ઉપર કોરોના એક્સપ્રેસ આવતા પ્લેટફોર્મ નં 3 પ્રતિબંધિત ક્ષેત્ર ઘોષિત કરાયો છે. બીજી તરફ દર્દીને યોગ્ય સુવિધા મળી રહે તે માટે પ્લેટફોર્મ પર મંડપ બનાવાયો છે. સાથે સાથે કોચમાં કુલરની સાથે ઉનાળાે હોવાથી કોચની છત પર કંતાન બાંધવામાં આવ્યા છે.

એક કોચમાં 16થી 20 દર્દીની સારવાર

કોવીડ એક્સપ્રેસમાં સામાન્ય લક્ષણો ધરાવતા કોરોના પેશન્ટ ઉપર રેલવેમાં સારવાર કરવામા આવશે. એક કોચમાં કુલ 16-20 પેશન્ટની વ્યવસ્થા કરી છે. સ્વચ્છતાગૃહ, ઓક્સિજન, કુલર, પાણી વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્લેટફોર્મ નં 3 પ્રતિબંધિત ઘોષિત

નંદુરબાર રેલવે સ્ટેશન ઉપર કોરોના એક્સપ્રેસ આવતા પ્લેટફોર્મ નં 3 પ્રતિબંધિત ક્ષેત્ર ઘોષિત કરી પ્રવેશ પર પાબંદી મુકાઇ છે.

ગરમીથી બચવા ટ્રેનની છત પર કંતાન બંધાયા

​​​​​​​કોરોના એક્સપ્રેસમાં દર્દીને યોગ્ય સુવિધા મળી રહે તે માટે પ્લેટફોર્મ પર મંડપ બનાવવામાં આવ્યો છે. સાથે સાથે કોચમાં કુલરની પણ સગવડ કરાઇ છે. ઉનાળામાં ટ્રેનની છત વધુ ન તપે તે માટે ઉપર કંતાન બાંધવામાં આવ્યા છે. જેથી દર્દીને તાપમાં રાહત મળી રહે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો